October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

225 જેટલા વિદ્યાર્થીઓના ક્‍લાસરૂમ જર્જરીત, ઓરડા પડુ પડુ થઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ધરમપુરના વિરવલ ગામે સાર્વજનિક માધ્‍યમિક શાળા કાર્યરત છે. આ સ્‍કૂલમાં આદિવાસીઓના 225 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. પરંતુ વર્ગખંડ એટલા બધા જર્જરીત બની ચુકેલા હોવાથી ચોમાસામાં ટપકતા પાણી વચ્‍ચે અભ્‍યાસ કરવા વિદ્યાર્થીઓ લાચાર છે.
ધરમપુર વિસ્‍તારમાં આવેલ કેટલીક શાળાઓના મકાન જર્જરીત બની ચૂકેલા છે. જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા વર્ગખંડ જર્જરીત બનેલા છે છતાં સરકાર બેધ્‍યાન છે. વિરવલ ગામે કાર્યરતમાધ્‍યમિક શાળાના વર્ગખંડ ધરાશાયી થવાની અણી ઉપર છે. ચોમાસામાં વર્ગખંડમાં પાણી વરસી રહ્યું છે. ભોંયતળીયાની ટાઈલ્‍સ તૂટી ફૂટી ગઈ છે. આવી કપરી સ્‍થિતિમાં સરકારના વાંકે બાળકો જોખમી માહોલ વચ્‍ચે ભણવા મજબુર બની ચૂક્‍યા છે. વર્તમાન ચોમાસામાં વર્ગખંડ ક્‍યારે પણ જવાબ દઈ દેશે તેની જવાબદારી કોની? ભારતનું ભાવિ વિકટ સ્‍થિતિમાં અભ્‍યાસ કરવા લાચાર છે.

Related posts

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

પુષ્‍પના સ્‍પર્શ પહેલાં જ તેની સુગંધ પ્રસરી જાય છે, તેમ સત્‍પુરુષના દર્શન, તેમની સાથેના વાર્તાલાપ પહેલા જ પુણ્‍યવંતા બની જાય છે

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah

Leave a Comment