September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

પ્રેમ લગ્ન બાદ મનમેળ નહીં થતાં પત્‍ની છ માસથી રિસાઈને જતી રહી હતી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.22
પારડી ખડકી ખાતે હોટલ રેજન્‍ડાની પાછળ સાઈ પેલેસ બિલ્‍ડિંગના ફલેટ નંબર 203માં રહેતો અને ઉદવાડા બેકરીમાં કામ કરતો જનકભાઈ જયંતીભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 30 નાએ પાંચ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પતિ-પત્‍ની વચ્‍ચે મનમેળ ન બેસતા છેલ્લા છ માસથી પત્‍ની રીસાઈને જતી રહેતા જનક એકલવાયું જીવન જીવતો હતો. લાંબો સમય પત્‍નીનો વિરહ ન સહેવાતા તેણે બેડરૂમમાં પટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
જનકનો ફોન સ્‍વીચ ઓફ આવતા જનકના પિતા જ્‍યંતીભાઈએ ઓળખીતા પ્રવીણભાઈને વાત કરતા પ્રવીણભાઈ પૂર્વ સરપંચ વિજયભાઈ સાથે જનકના ઘરે પહોંચી ફલેટનો દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ નહી આપતા પડોશીના બાલ્‍કનીમાંથી તેઓ જનકના ઘરમાં પ્રવેશતા તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તાત્‍કાલિક પોલીસને જાણ કરતા બીટજમાદાર અજીતભાઈ ઘટનાસ્‍થળે પહોંચી લાશનો કબજો લઇ ઓરવાડ પીએચસી ખાતે પીએમ માટે લઈ ગયા હતા.

Related posts

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

વાપીમાં રાહદારીઓના મોબાઈલ ઝૂંટવતી ગેંગના ત્રણ ઝડપાયા બાદ બુધવારે વધુ એક રાહદારીનો ફોન ઝૂંટવાયો

vartmanpravah

Leave a Comment