(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.26: ખેરગામ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે રૂમલા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી મુજબ નંબર વગરનું ટ્રેકટર ટેલર આવતા જેને રોકી તલાશી લેતા સિમેન્ટના બ્લોકની આડમાં છુપાવેલ વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-1287 કિં.રૂ.2,57,136/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે લાલ કલરના મહિન્દ્રા 475 ટ્રેકટર ટેલરનો ચાલક હનુમાનારામ ઉર્ફે અનુ ડાલુરામ ક્રિષ્નારામ જાટ (માયલા) (ઉ.વ-21) (રહે. સેલવાસ સિવિલ હોસ્પિટલ પાસે દાદરા નગર હવેલી) (મૂળ રહે.આરવા ગામ ભીમગુડા સરવાના થાના તા.સિતલવાના જી.સાંચોર જાલોર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી લાવનાર રૂપારામ માંગીલાલ જાટ (રહે.સેલવાસ સિવિલ હોસ્પિટલ પાસે સેલવાસ દાદરા નગર હવેલી) (મૂળ રહે.આરવા ગામ ભીમગુડા સરવાના થાના તા.સિતલવાના જી.સાંચોર, ઝાલોર, રાજસ્થાન) તથા દારૂનો જથ્થો મંગાવનાર રૂપારામ જાટનો માણસ એમ બે જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી ખેરગામ પોલીસે ટ્રેકટર ટેલરની કિ.રૂ.2.50, એકમોબાઈલ કિ.રૂ.2,000/- તેમજ સિમેન્ટના બ્લોક નંગ-240 કિ.રૂ.3,600/- મળી કુલ્લે રૂ.5,12,734/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ પીએસઆઇ-એમ.બી.ગામીત કરી રહ્યા છે.
