Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

ટ્રાફિક ભંગની આકરી કિંમત ભોગવતો અકસ્‍માત બાદ કાર નહીં હટાવતા સર્જાયેલો ત્રિપ્‍પલ અકસ્‍માતઃ કાર મેઈન હાઈવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.22
પારડી ચર્ચની સામે ને.હા. નંબર 48 પર વાપી તરફ જતા હાઇવે પર જીતેન્‍દ્ર સિંગ માનસિંગ રાજપૂત રહે.મુંબઈ વિરાર તેની વેન્‍ટો કાર નંબર એમએચ-04-ઈક્‍યુ-0750 લઈ જઈ રહ્યો હતો. આ દરમ્‍યાન તેણે તેના આગળ ચાલતી આનંદ અમળતલાલ પટેલ રહે .પારડી દમણીઝાંપાની બલેનો કાર નંબર જીજે-1પ-સીજી-પ413ને પાછળથી અથડાવી દેતા અકસ્‍માત સર્જાયો હતો.
અકસ્‍માત બાદ બલેનો કાર ચાલકે પોતાની કારને હાઇવેથી સાઇડે સર્વિસ રોડ પર લઈ લીધી હતી. પરંતુ વેન્‍ટો કાર ચાલક અકસ્‍માત બાદ પણ ટ્રાફિક નિયમ નેવે મૂકી હાઇવે પર જ કાર મૂકી સર્વિસ રોડ પર જઈ એકબીજાનો વાંક કાઢી બંને કાર ચાલકો ઝઘડી રહ્યા હતા. ત્‍યારે પુરપાટ ઝડપે મારુતિ વાન નંબર જીજે-1પ-સીડી-7813 લઈને આવેલા શેખ ફેઝાન ફિરોજભાઈ રહે વલસાડ ગ્રીન પાર્ક . હાઇવે પર ઉભેલી વેન્‍ટો કાર પાછળ ધડાકાભેર પોતાની વેન અથડાવતા ટ્રીપલ અકસ્‍માત સર્જાયોહતો.
આ અકસ્‍માતમાં વેન્‍ટો કાર ચાલકે અકસ્‍માત બાદ પણ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા નુકશાની ભોગવવાનો વારો આવ્‍યો છે. અકસ્‍માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્‍યો સર્જાઈ જવા પામ્‍યા હતા. જેને લઇ ઘટના સ્‍થળે પહોંચેલી પારડી પોલીસે તાત્‍કાલિક ટોઈંગ વાન મંગાવી અકસ્‍માત થયેલા વાહનોને રોડની સાઈડે મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

નાનાપોંઢા સીએચસી હેલ્‍થ સેન્‍ટરમાં આહાર કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

vartmanpravah

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

Leave a Comment