Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

  • ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભવ્‍ય રથયાત્રા સાથે નિકળેલી રેલી

  • દમણ લીડ બેંક મેનેજર સુરેન્‍દ્ર કુમાર, દમણ ડાયટના પ્રા.બળવંત ચૌધરી, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ કિશોર દમણિયા, મોટી દમણ એસ.બી.આઈ.ના નિવૃત્ત મેનેજર ગણેશભાઈ પટેલ તથા દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ દમણિયાએ પણ રજૂ કરેલા પોતાના વિચારો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) દમણ, તા.14
આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભારતરત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ ઉત્‍સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી હતી. ભામટી કોમ્‍યુનિટી હોલથી મોટી દમણ આદિવાસી સંસ્‍કૃતિભવન સુધી આન, બાન અને શાન સાથે વિશ્વ વિભૂતી ડો.બાબાસાહેબ આંબેડકરની રથયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના લોકોએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો.
ડો.બાબાસાહેબ આંબેડકરની પગપાળા રથયાત્રાબાદ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશેષ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં દમણની લીડ બેંકના મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમાર, ડાયટ દમણના પ્રા.શ્રી બળવંતભાઈ ચૌધરી, દમણવાડા પંચાયત વિસ્‍તારના નિવૃત્ત આચાર્યા શ્રીમતી અરુણાબેન પરમાર, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા તથા દમણ વિદ્યુત વિભાગના એક્‍ઝિકયુટીવ એન્‍જિનિયર શ્રી એમ.આર.ઈંગ્‍લે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ દ્વારા જ ગરીબ સમાજની પ્રગતિ સંભવ હોવાનું અનેક વખત જણાવ્‍યું છે. તેમણે ‘શિક્ષિત બનો, સંગઠિત થાવો અને સંઘર્ષ કરો’ના આપેલા મંત્રમાં પણ પહેલું સ્‍થાન શિક્ષણને આપ્‍યું છે ત્‍યારે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અમીદૃષ્‍ટિ અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિર્ઘ દૃષ્‍ટિથી ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારો ખુલ્‍યા છે. ત્‍યારે પોતાના સંતાનોને ઉચ્‍ચ શિક્ષણ મળે તેવી વ્‍યવસ્‍થા કરવા જોર આપ્‍યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએજણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત આજે સુશાસનની દૃષ્‍ટિએ ઉદાહરણરૂપ બની છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે ભૂતકાળમાં રેસીડેન્‍ટ, ઈન્‍કમ જેવા સર્ટિફિકેટ મેળવવા પણ દિવસો પસાર થતા હતા. જ્‍યારે હવે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા તાત્‍કાલિક સર્ટિફિકેટ મળે તેવી વ્‍યવસ્‍થા હાથ ધરવામાં આવી છે. તદુપરાંત ભારત સરકારની વિધવા પેન્‍શન, વૃદ્ધ પેન્‍શન જેવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીને પહોંચે તેની કાળજી પંચાયત દ્વારા લેવામાં આવી રહી છે.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ડો.બાબાસાહેબ આંબેડકરે મહિલાઓના કલ્‍યાણ માટે બંધારણમાં કરેલી જોગવાઈનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, દિકરી ખુબ ભણે તેની કાળજી દરેક મા-બાપે લેવી જોઈએ અને અભ્‍યાસ માટે જો કોઈ સમસ્‍યા હોય તો પંચાયત પણ તેના નિરાકરણ માટે સલાહ-સૂચન આપશે તેવી સ્‍પષ્‍ટ વાત પણ કરી હતી. તેમણે ઘરે-ઘરે નળ મારફત પાણીની સુવિધા લેવા પણ આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમારે જણાવ્‍યું હતું કે, આજે અનુ.જાતિ અને જનજાતિ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્‍યું છે પરંતુ સંગઠનનો અભાવ છે. તેમણે પોતાના પરિવારથી જ સંગઠન જાળવી રાખી સંગઠિત થવા ઉપર ભાર આપ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, અનુ.જાતિ અને જનજાતિનો સમુદાય હંમેશાકાયદા-કાનૂનમાં માને છે અને પ્રમાણિક સમાજ છે. તેમણે સામાજિક ક્રાંતિ માટે શિક્ષણની સાથે સંગઠન જાળવી દેશના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું.
દમણ ડાયટના પ્રા.શ્રી બળવંતભાઈ ચૌધરીએ પોતાની રસાળ શૈલીમાં જણાવ્‍યું હતું કે, શિક્ષણ સિવાય સામાજિક પરિવર્તન સંભવિત નથી. તેમણે પોતાના ઉત્તર ગુજરાતનું દૃષ્‍ટાંત આપતા જણાવ્‍યું હતું કે, અહિં ઘણી શૈક્ષણિક સંસ્‍થાઓનું સંચાલન સમાજના કમજોર વર્ગ દ્વારા કરવામાં આવે છે. શૈક્ષણિક રીતે પગભર થયા બાદ જ સામાજિક સમરસતા પણ સંભવ હોવાનું સમજાવ્‍યું હતું. તેમણે ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના કેટલાક પ્રસંગો ટાંકી સમાજને નવી રાહ ચીંધી હતી. આ પ્રસંગે સ્‍ટેટ બેંક મોટી દમણના નિવૃત્ત ચીફ મેનેજર શ્રી ગણેશભાઈ પટેલ અને દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ દમણિયાએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યુ હતું.
પ્રારંભમાં શ્રીમતી અમિષા પ્રિતમ રાઠોડ, શ્રીમતી પ્રિતી ચેતન દમણિયા અને શ્રીમતી ડિમ્‍પલ જેસલ પરમાર દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સ્‍વાગત વક્‍તવ્‍યમાં ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયાએ ધોમધક્‍તા તાપમાં પગપાળા રેલી દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની આન, બાન અને શાન સાથે નિકળેલી રથયાત્રા જ સમાજ હવેબદલાય રહ્યો હોવાની પ્રતિતિ કરાવતો હોવાની લાગણી વ્‍યક્‍ત કરી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતના પ્રયાસની પણ સરાહના કરી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાના નેતૃત્‍વમાં જેઈ શ્રી વિપુલ રાઠોડ, એકાઉન્‍ટન્‍ટ શ્રી રોહિત ગોહિલ સહિતના સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી શર્મિલાબેન પરમાર અને આભારવિધિ શ્રીમતી પુષ્‍પા રાઠોડ-ગોસાવીએ આટોપી હતી.

Related posts

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

vartmanpravah

ચીખલી-ખેરગામ રોડ ઉપર ચાડીયા નજીક છોટા હાથી ટેમ્‍પોએ મારેલી પલ્‍ટીઃ ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પાંચમા દિવસે ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment