October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

દબાણ કામ ચલાઉ ધોરણે કે પછી કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા તે મોટો સવાલ ઉભો થવા પામ્‍યો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ચીખલીમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને સાફ સફાઈ, રંગ રોગાન, શણગાર સહિતની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમ્‍યાન સ્‍થાનિક તંત્ર દ્વારા ચીખલીમાં ચીખલી વાંસદા રાજયધોરી માર્ગ ઉપર હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલસુધી માર્ગને બંને બાજુના સંખ્‍યાબંધ દબાણો દૂર કરવામાં આવતા સમગ્ર વિસ્‍તાર ચોખ્‍ખો થઈ જવા પામ્‍યો છે. તંત્રને હમણાં સુધી આ દબાણો નજરે પડયા ન હતા કે કેમ? હાલમાં જે સંખ્‍યા બંધ લારી-ગલ્લાવાળાઓના દબાણો હંગામી કે કાયમી ધોરણે દૂર કરવામાં આવ્‍યા છે. તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.જોકે દબાણો દૂર કરાતાની સાથે જલોકોની રોજગારીનો પ્રશ્ન આગળ ધરી કેટલાક નેતાઓ કુદી પડી અધિકારીઓને ફોન રણકાવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું.
ચીખલી હાઇવે ચાર રસ્‍તાથી કોલેજ સર્કલ સુધીમાં આડેધડ વાહન પાર્કિંગ લારી ગલ્લાવાળાઓના દબાણને પગલે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્‍યા જટિલ બની રહી છે.તાલુકા સેવા સદનની સામે તો કેટલાક ફળની લારી વાળાઓ આગળ પાછળ બધી બાજુએ મોટી જગ્‍યા રોકી લઈ મોટાપાયે દબાણ કરવામાં આવે છે.લોકોને રોજગારી પણ મળવી જોઈએ પરંતુ ટ્રાફિક સમસ્‍યા ન સર્જાઈ તેને પણ ધ્‍યાનમાં રાખી તંત્ર દ્વારા સ્‍થાનિક પંચાયત સાથે સંકલન કરી એક ચોક્કસ માપ સાથેની જગ્‍યા નિયત કરવી જોઈએ.
હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધીનું જે દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્‍યું છે.તે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુધી જ રહેશે અને પછી જૈસે થે ની સ્‍થિતિ સર્જાશે તે જોવું રહ્યું.

Related posts

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

દાનહ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓ સાથે કરેલી મનનીય ચર્ચા

vartmanpravah

વલસાડજિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થયેલ જમીનનું યોગ્‍ય વળતર મળે તેવી દિલ્‍હીમાં રજૂઆત

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

Leave a Comment