October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલીમાં રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ કરાઈ રહેલ બસ સ્‍ટેશનના કામમાં હલકી કક્ષાની રેતી સહિતના માલસામાનનો ઉપયોગ કરવામાં આવતા કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
ચીખલી એસટી બસસ્‍ટેશનનું બાંધકામ ચાલી રહ્યુ છે. આ સુવિધા સફર નવીન બસ સ્‍ટેશનના બાંધકામમાં ખાસ કરીને ધૂળ વાળી મેલી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુણવત્તા વિનાની રેતીનો બાંધકામ અને કોન્‍ક્રીટમાં ઉપયોગથી કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થવા પામ્‍યા છે. આ ઉપરાંત હાલે જ કોલમ ઉભા કરવામાં આવ્‍યા છે તેના પાયામાં રબલનું આવરણ પણ નજરે પડતું નથી ત્‍યારે ફાઉન્‍ડેશનની ડિઝાઈનમાં રબલ સોલિંગની જોગવાઈ જ નથી કરવામાં આવી કે પછી જોગવાઈ હોવા છતાં રબલ નાખવામાં નથી આવ્‍યા તે તપાસનો વિષય છે. પરંતુ હાલે જે રીતે બાંધકામ થઈ રહ્યું છે. તે જોતા તકલાદી કામની ભીતી સેવાય રહી છે. એસટી તંત્રના જવાબદાર અધિકારીઓની પૂરતી દેખરેખનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં ડિઝાઈનમાં નિયત કરાયેલ જોગવાઈ મુજબનું માલ-સામાન વાપરી તેનું પ્રમાણ પણ જાળવવામાં આવે અને સરકારની લાખો રૂપિયાના ખર્ચેનો ખરા અર્થમાં લોકોને લાભ મળે તે રીતે ગુણવત્તા યુક્‍ત કામ થાય તેની તકેદારી જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવે તે જરૂરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 17 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

ચીખલી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી જુદા જુદા જિલ્લામાંથી ચોરી કરેલ 10 જેટલી મોટર સાયકલો સાથે 3 ચોરોને મહારાષ્‍ટ્રના કલવણથી ઝડપી પાડયા

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

Leave a Comment