October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશની રમત સંસ્‍કળતિના વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશ કક્ષાની રમત-ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશ કક્ષાની રમત સ્‍પર્ધામાં તા.22/09/2024 થી 30/09/2024 દરમિયાન 14, 17, 19 વર્ષથી ઓછી વયની છોકરીઓ અને છોકરાઓ માટે યોગાસન, ટેબલ ટેનિસ, ચેસ, ટેકવોન્‍ડો, બેડમિન્‍ટન, કરાટે, બોક્‍સિંગ અને શૂટિંગ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. હતી. સંઘપ્રદેશ કક્ષાની રમત સ્‍પર્ધાની બોક્‍સીંગ સ્‍પર્ધામાં અંડર 14, 17, 19 ગર્લ્‍સ અને બોયઝ કેટેગરીની સ્‍પર્ધા સ્‍વામી વિવેકાનંદ સંકુલ, દમણ ખાતે યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં જિલ્લા આંતરશાળા રમત-ગમત સ્‍પર્ધાના ખેલાડીઓએ તેમના જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. પસંદગીની સમિતિ 68મી રાષ્‍ટ્રીય શાળાકીય રમત સ્‍પર્ધા માટેસંઘપ્રદેશ સ્‍તરની રમત સ્‍પર્ધાના વિજેતાઓમાં ઉચ્‍ચ સ્‍તરની રમતનું પ્રદર્શન કરનારા ખેલાડીઓની પણ પસંદગી કરશે.
સંઘપ્રદેશ કક્ષાની સ્‍પર્ધામાં બાક્‍સિંગના પરિણામો આ મુજબ છે. અંડર-14 બોયઝમાં દમણ હૃષીકેશ તિવારી, અનિરુધ યાદવ, મોનુ અજય રામ વિજેતા.
દાદરા નગર હવેલીમાં લક્ષ ઠાકરન વિજેતા. અંડર-17 બોયઝમાં દમણના વિજેતા ચિન્‍ટુ અજય રાજવંશી, અદ્વય શુક્‍લા, કિશન ગૌર, શુભમ યાદવ, અંશ તિવારી, આશિષ બિંદ, ગોપાલ સિંહ, દુર્ગેશ પાટીલ, આદિત્‍ય રાય, હેપ્‍પી રાય. દાદરા નગર હવેલીના વિજેતા યુવરાજ ગૌર, દક્ષ મહાલવત.
અંડર-17 ગર્લ્‍સમાં દાદરા નગર હવેલીની વિજેતા જાગૃતિ પ્રજેશ ગોરાત.
અંડર-19 બોયઝમાં દમણના વિજેતા કરણ સાહુ, ગોલુસિંગ, પ્રિયાંશુ રાજભર, સત્‍યમ જેના. દાદરા નગર હવેલીના વિજેતા દિપક અનિલ કેસરકર.
અન્‍ડર-19 ગર્લ્‍સ દમણના વિજેતા પ્રિયંકા બેનર્જી અને સિર્જના સૌબ.
સંઘપ્રદેશ કક્ષાની સ્‍પર્ધાના વિજેતા ખેલાડીઓને વિભાગના અધિકારીઓ અને બોક્‍સિંગ કોચ શ્રી વિજય પહલ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍પર્ધાને સફળ બનાવવા દાદરા નગર હવેલી અને દમણના ખેલાડીઓના શારીરિક શિક્ષકો અને વિભાગના કર્મચારીઓએ પણ સહયોગ આપ્‍યોહતો.

Related posts

ચીખલીના બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ભાજપના તા.પં. સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

vartmanpravah

વલસાડ તિથલમાં રેસર ગૃપ દ્વારા ફૂલ મેરેથોન દોડ યોજાઈ : કલેક્‍ટર અને એસ.પી. પણ 10 કિ.મી. મેરેથોન દોડ દોડયા

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

દમણના મદ્રેસા ઈસ્‍લામાયા ખારીવાડ ખાતે વૈદિક ડેન્‍ટલ કોલેજ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર દલવાડા દ્વારા નિ:શુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

Leave a Comment