January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ડો.ભીમરાવ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 12 કલાકે બંધારણનાઘડવૈયા કહેવાતા એવા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન દીવ જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ડો.ભીમરાવ આંબેડકરની ફોટો પાસે પુષ્‍પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્‍યારબાદ કાર્યક્રમમાં આગળ શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ દવે દ્વારા ડો.ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્ર વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી. તેમના દ્વારા દેશ માટે કરાયેલા કાર્યોની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે નગર પાલિકા બીજેપી દલિત મહિલા કાઉન્‍સિલર હેમલતાબેન દિનેશ સોલંકીને પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા અને નગર પાલિકા વિસ્‍તારમાં પાંચ વર્ષ દરમિયાન તેમના સરાહનિય કાર્યની પ્રસંશા બીજેપી પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહે કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહિલા હોદેદારો અヘનિી ભરત, હેમલતાબેન દિનેશ સોલંકી, હિના સોલંકી, ચિંતન સોલંકી, ભરત બામણીયા, હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah

Leave a Comment