Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ગત 12 એપ્રિલના રોજ એક કંપનીમા કામ કરતા વ્‍યક્‍તિ કે જેનો તૂટેલો અંગુઠા સાથે દાખલ કરવામા આવ્‍યો હતો.
યુવકનો હાથ મશીનમાં આવી જવાને કારણે એનો અંગુઠો હાથથી છૂટો થઈ ગયો હતો. કંપનીના કર્મચારીઓ ગંભીર ઈજાગ્રસ્‍ત થયેલ યુવકના અંગુઠાને સાથે લઈને આવ્‍યા હતા. હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગના ડોક્‍ટરોએ તાત્‍કાલિક પ્‍લાસ્‍ટિક અને રિકંસ્‍ટ્રક્‍ટિવ સર્જન ડો. ડી.જી.એલ.ચૌધરીનો સંપર્ક કર્યો હતો. જેઓએ તાત્‍કાલિક તપાસ કરી નક્કી કર્યું હતું કે, આ અંગુઠો હાથ સાથે જોડી શકાય એમ છે. બાદમાં એમણે ડોક્‍ટરોની ટીમ સાથે ચર્ચા કરી તાત્‍કાલિક સર્જરી કરી ચાર કલાકની મહેનત બાદ પ્‍લાસ્‍ટિક સર્જરીથી ઓપરેશન સફળ થયું હતું. આ ઓપરેશનમાં ડો. જી.એલ.ચૌધરી સાથે એનેસ્‍થેટિસ્‍ટ ડો. ચિરાગ પરમાર, ઓપરેશન થિયેટરમાં કામ કરતા નર્સિંગ અને પેરામેડિકલ સ્‍ટાફનું મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યુ હતું. આ ઉપલબ્‍ધિ માટે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે આ 22 વર્ષીય યુવકના હાથમાંથી અલગ થયેલ અંગુઠાને જોડવામાંસહભાગી બનેદ દરેક સર્જન, એનેસ્‍થેટિસ્‍ટ, ચિકિત્‍સક સ્‍ટાફ, નર્સ અને ઓપરેશન થિયેટરના દરેક કર્મચારીઓને શાબાશી આપી એમના કામની સરાહના કરી હતી. અને સાથે જણાવ્‍યું હતું કે દાનહ આરોગ્‍ય વિભાગ હોસ્‍પિટલમાં આવતા દરેક દર્દીઓને સારી આરોગ્‍ય સુવિધા મળે એ માટે હંમેશા તત્‍પર છે. હોસ્‍પિટલમાં આવતા દરેક દર્દીઓને સારામાં સારી સુવિધા મળે એજ અમારૂ લક્ષ્ય છે.

Related posts

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

Leave a Comment