-
દાનહમાં સૌથી વધુ પરિણામ સેક્રેડીફર્ટ ઈંગ્લીશ સ્કૂલ દપાડાનું 93.33 ટકા અને સૌથી ઓછું ગવર્મેન્ટ ઈંગ્લીશ સ્કૂલ ફલાંડીનુ 12.50 ટકા નોંધાયું
-
સરકારી શાળાનું પરિણામ 45.72 ટકા અને ખાનગી શાળાનું પરિણામ 81.14 ટકા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.06
દાદરા નગર હવેલીમાં ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ધોરણ 10 એસ.એસ.સી.નું પરિણામ આજે સોમવારે જાહેર કરાયું હતું. જેમાં સરકારી 18 શાળા અને પાંચ ખાનગી શાળા અને એક સરકારી ગ્રાન્ટવાળી શાળાનું આ વર્ષે 51.29 ટકા પરિણામઆવ્યું હતું. જેમાં કુલ 2578 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1338 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 1240 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. સરકારી શાળાનું પરિણામ 45.72 ટકા રહેવા પામ્યું છે. જ્યારે સરકારી ગ્રાન્ટ દ્વારા ચાલતી શાળાનું પરિણામ 79.59 ટકા અને ખાનગી શાળાનું પરિણામ 81.14 ટકા પરિણામ આવ્યું હતું. આ અંગે દાનહ શિક્ષણ વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ રખોલી ગુજરાતી માધ્યમ શાળામાં 51 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 19 પાસ થયા હતા અને 32નાપાસ થયા હતા. આ શાળાનું 37.25 ટકા પરિણામ આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ રખોલી અંગ્રેજી માધ્યમ 168 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 60 પાસ અને 108 વિદ્યાર્થી નાપાસ થયા હતા, આ શાળાનું પરિણામ 35.71 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દાદરા ગુજરાતી માધ્યમ 33 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 16 પાસ અને 17 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 48.48 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દાદરા અંગ્રેજી માધ્યમ 167 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 90 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 77 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 53.89 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલગલોંડામાં 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 08 વિદ્યાર્થી પાસ અને 12નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 40 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ રાન્ધામાં 19વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 14 પાસ અને 05 નાપાસ થયા હતા અને આ શાળાનું પરિણામ 73.68 ટકા રહેવા પામ્યું હતું.
ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ નરોલી ગુજરાતી માધ્યમ 71 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 42 પાસ અને 29 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને આ શાળાનું પરિણામ 59.15 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ નરોલી અંગ્રેજી માધ્યમ 55 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 33 વિદ્યાર્થીઓ પાસ અને 22 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 60 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સેલવાસ અંગ્રેજી માધ્યમમાં 760 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 368 પાસ અને 392 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને શાળાનું પરિણામ 48.42 ટકા રહ્યું હતું.
ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખાનવેલ ગુજરાતી માધ્યમ 64 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 11 વિદ્યાર્થીઓ પાસ અને 53 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 17.86 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખાનવેલ અંગ્રેજી માધ્યમ 72 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી37 પાસ અને 35 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને શાળાનું પરિણામ 51.39 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સેલવાસ હિન્દી માધ્યમ 292 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 159 પાસ અને 133 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 54.4 5ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દૂધનીમાં 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 10 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 46 નાપાસ થયા હતા અને શાળાનું પરિણામ 17.86 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દપાડામાં 43 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 11 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 32 નાપાસ થયા હતા આ શાળાનું પરિણામ 25.58 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાઈસ્કૂલ ડોકમરડીમાં 50 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 26 પાસ અને 24 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 52 ટકા નોંધાયું હતું. ગવર્મેન્ટ હાઈસ્કૂલ મોરખલમાં 12 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 04 વિદ્યાર્થીઓ પાસ અને 08 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 33.33 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાઈસ્કૂલ ખરડપાડામાં 38 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 07 પાસ અને 31 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 18.4 2ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાઈસ્કૂલ સેલવાસ ઝંડાચોકમાં 81 વિદ્યાર્થીઓએ પરીક્ષાઆપી હતી જેમાંથી 35 વિદ્યાર્થીઓ પાસ થયા અને 46 નાપાસ થતાં શાળાનું પરિણામ 43.21 ટકા આવ્યું હતું.
ગવર્મેન્ટ હાઈસ્કૂલ સુરંગીમાં 29 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 12 પાસ અને 17 નાપાસ થયા હતા આ શાળાનું પરિણામ 41.38 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાઈસ્કૂલ ફલાંડીમાં 16 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 02 પાસ અને 14 નાપાસ થતાં શાળાનું પરિણામ 12.50 ટકા આવ્યું હતું. ગવર્મેન્ટ હાઈસ્કૂલ સિલીમાં 09 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 03 પાસ અને 06 નાપાસ થયા હતા આ શાળાનું પરિણામ 33.33 ટકા રહેવા પામ્યું હતું.
ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ મસાટમાં 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 05 પાસ અને 15 નાપાસ થયા હતા આ શાળાનું પરિણામ 25ટકા આવ્યું હતું.
ખાનગી શાળાઓમાં ફાધર એગ્નીલો ઈંગ્લીશ સ્કૂલ સેલવાસમાં 96 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 83 પાસ અને 13 નાપાસ થયા હતા આ શાળાનું પરિણામ86.46 ટકા આવ્યું હતું. પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસમાંથી 150 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 115 પાસ અને 35 નાપાસ થતા શાળાનું પરિણામ 76.67 ટકા આવ્યું હતું. દાદરા શ્રીમતી એમજી લુણાવત ઈંગ્લીશ સ્કૂલ દાદરા શાળામાં 43 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 32 પાસ અને 11નાપાસ થતા શાળાનું પરિણામ 74.42 ટકા આવ્યું હતું. જ્ઞાનમાતા હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમમાંથી 69 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 55 પાસ થયા હતા અને 14 નાપાસ થયા હતા અને શાળાનું પરિણામ 79.71 ટકા આવ્યું હતું. સેકરેડિફર્ટ અંગ્રેજી માધ્યમ દપાડા શાળામાં 45 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 42 પાસ અને 03 નાપાસ થયા હતા શાળાનું પરિણામ 93.33 ટકા આવ્યું હતું. ઈશુ રુદય હાઈસ્કૂલમાં 49 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 39 પાસ અને 10 નાપાસ થયા હતા આ શાળાનું પરિણામ 79.59 ટકા આવ્યું હતું.
આમ જોઈએ તો દાદરા નગર હવેલીમાં સૌથી વધુ પરિણામ સેક્રેડીફર્ટ ઈંગ્લીશ સ્કૂલ દપાડાનું 93.33 ટકા આવ્યું હતું અને સૌથી ઓછું ગવર્મેન્ટ ઈંગ્લીશ સ્કૂલ ફલાંડીનુ 12.50 ટકા પરિણામ આવ્યું હતું.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ટોપ થ્રીમાં પ્રથમ ક્રમે ગામીત હેમંતભાઈ ગીરીશભાઈ – ફાધર ઍગ્નેલો સ્કૂલ સેલવાસ 92.17 ટકા અને પટેલ ધ્રુવી કેતનભાઈ 92.17 ટકા ફાધર ઍગ્નેલો સ્કૂલ સેલવાસ. જ્યારે બીજા ક્રમે અન્સારી તબસ્સુમ પ્રવીણ અબ્દુલ કરીમ- પ્રભાત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સેલવાસ 91.83 ટકા તથા ત્રીજા ક્રમે અન્સારી શબાના પ્રવીણ અબ્દુલ કરીમ- પ્રભાત સ્કોલર્સ એકેડેમી ઈંગ્લીશ સ્કૂલ શાળા 91.17 ટકા સાથે ટોપ પર રહ્યાહતા.