October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના ઝંડાચોક વિસ્‍તારમાં આવેલ આઝાદી સ્‍મારક પાસે કન્‍ટેઈનર ચાલકે વળાંક લેતી વખતે સ્‍તંભને કન્‍ટેઈનરનો ભાગ અડી જતાં સ્‍મારક તુટી પડતાં નુકસાન થવા પામ્‍યું હતું. પ્રશાસન દ્વારા મોટા વાહનોને રીંગરોડ ઉપરથી સીધા નીકળી જવાનો આદેશ હોવા છતાં પણ કેટલાક મોટા વાહનચાલકો જેમ કે, ટ્રક, કન્‍ટેઈનર, બસ વગેરે શહેરી વિસ્‍તારમાં પ્રવેશ કરતા હોય છે અને ઝંડાચોક નજીક ટ્રાફિક પોલીસથી બચવા માટે આઝાદી સ્‍મારક સર્કલ આગળથી વળાંક લેવાનો પ્રયાસ કરે છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પણ સમસ્‍યા બને છે.
અત્રે યાદ રહે કે, ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્‍મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી.
ટ્રાફિક વિભાગ દ્વારા મોટા વાહનો જે સચિવાલય નજીકથી શહેરમાં પ્રવેશ કરે છે તેઓને રીંગરોડ તરફ જવા ઈશારો કરવા માટે એકજવાનને કાયમી ધોરણે તૈનાત કરવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે. કારણ કે, સેલવાસ ઝંડાચોક રોડ નજીક શાળા પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ભણે છે. શાળા શરૂ થવાના સમયે અને છૂટવાના સમયે અવર-જવર કરતા મોટા મોટા વાહનોના કારણે વિદ્યાર્થીઓને પસાર થવામાં ઘણી તકલીફો પડે છે. તેથી ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ તરફ વધુ ધ્‍યાન આપવામાં આવે જરૂરી બન્‍યું છે.

Related posts

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

Leave a Comment