-
કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની સંપૂર્ણ શક્તિ ઉપ રાજ્યપાલ અને પ્રશાસક હસ્તક રહેતી હોવાથી બંને મહાનુભાવોની મુલાકાતે દોરેલું તમામનું ધ્યાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દિલ્હીના ઉપ રાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેનાની શુભેચ્છા મુલાકાત લઈ વિવિધ વિષયોની જાણકારીઅને વિવિધ દૃષ્ટિકોણનું અરસ પરસ આદાન-પ્રદાન કર્યું હતું.
તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની સંપૂર્ણ શક્તિ ઉપ રાજ્યપાલ અને પ્રશાસક હસ્તક રહેતી હોવાથી દિલ્હીના નવનિયુક્ત ઉપ રાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેના સાથેની સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત ઉપર તમામે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા સાડા પાંચ વર્ષમાં ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી તાસીર અને તસવીર પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની આગવી વહીવટી શૈલી અને દીર્ઘદૃષ્ટિનો ફાળો મહત્વનો રહ્યો છે.