October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવાપી

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

સામાન્‍યસભામાં 2022-23નું મનરેગાનું લેબર બજેટ પસાર કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: પારડી તાલુકા પંચાયતની સામાન્‍યસભા આજે મંગળવારે 11 કલાકે તા.પં. સભાખંડમાં યોજાઈ હતી. જેમાં એજન્‍ડા ઉપરના તમામ કામકાજોને સભ્‍યોએ સર્વાનુમત્તે બહાલી આપી હતી.
પારડી તાલુકા પંચાયતના પ્રમુખ મિતલબેન પુનિતભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને સભા યોજાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી એસ.ડી. પટેલ, ઉપપ્રમુખ તરૂણભાઈ પટેલ, કારોબારી અધ્‍યક્ષ જગદીશભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા બળવંતભાઈ પટેલ અને સભ્‍યોની હાજરીમાં આજે બપોરે તા.પં. સભાખંડમાં સામાન્‍યસભા યોજાઈ હતી. સભામાં 1પમા નાણાં પંચના રૂા.2.66 કરોડના વિવિધ વિકાસ કામોને બહાલીસભાએ આપી હતી. તેમજ વર્ષ 2022-23નું મનરેગા લેબર બજેટ પસાર કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીએ રાજ્‍ય સરકાર દ્વારા આયોજીત વિકાસ રથની રૂપરેખા રજૂ કરી હતી તેમજ તમામને આ કાર્યક્રમમાં જોડાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સામાન્‍યસભામાં સરપંચો, ભાજપના કાર્યકરો સંગઠનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ તા.પં.ના તમામ 21 સભ્‍યો પણ સામાન્‍યસભામાં હાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં સામાન્‍યસભા સંપન્ન થઈ હતી.

Related posts

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ-દાભેલ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

Leave a Comment