August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી બિઝનેસ પાર્ક નજીક માદા વાઈપર સાપ સહિત 30 જેટલા વાઈપર બચ્‍ચાનું રેસ્‍ક્‍યુ કરાયું

એક સાથે આટલા બધા સાપ એક જ સ્‍થળે જોવા મળતા લોકો ભયભીત બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી સહિત આજુબાજુના વિસ્‍તારોમાં હમણાં વરસી રહેલા એકધારા વરસાદને લઈ અનેક જગ્‍યાએ ઝેરી-બિનઝેરી સાપો બહાર નિકળેલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. આજે ગુરૂવારે વાપી બિઝનેશ પાર્ક નજીક માદા વાઈપર સાપ સાથે 30 જેટલા વાઈપર સાપના બચ્‍ચા એક જ સ્‍થળે નિકળેલા જોવા મળ્‍યા હતા. તમામ સાપોનું તાબડતોડ રેસ્‍ક્‍યુ કરીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવાયા હતા.
વાપી વાઈબ્રન્‍ટ વિઝનેશ પાર્ક નજીક છેલ્લા કેટલાક દિવસોથી સાપના બચ્‍ચા ફરતા જોવા વારંવાર મળી રહ્યા હતા તેવી ફરિયાદો રેસ્‍ક્‍યુ ઈમરજન્‍સી ટીમ ભિલાડને મળતી હતી. આજરોજ બેટર હાઉસ ફર્નિચરની પાસે ચેમ્‍બરમાં સાપો ફસાયેલા જોવા મળતા ભિલાડ રેસ્‍ક્‍યુ ટીમને જાણ કરવામાં આવતા વર્ધમાન શાહ અને જીતેન્‍દ્ર ધોડી ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને ચેમ્‍બરમાં પડેલા સાપને જોયા હતા. અત્‍યંત ઝેરી રસલ વાઈપર સાપ પણ હતો. પાણીમાં ફસાયેલા તમામ સાપોને ધીરે ધીરે રેસ્‍ક્‍યુ કરાયા હતા. માદા ઝેરી વાઈપરઅને બચ્‍ચાંને રેસ્‍ક્‍યુ કરી સુરક્ષિત જંગલમાં છોડી દેવાયા હતા.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

માહ્યાવંશી પ્રિમીયર લીગમાં એન્‍જલ ઈલેવન ચેમ્‍પિયન : સનાયા ઈલેવન રનર્સઅપ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા યોગ પરિવારનું સ્‍નેહ સંમેલન અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નીતિ આયોગના ઉપાધ્‍યક્ષ સુમન કે. બેરી સાથે પ્રદેશના વિકાસ માટે કરેલું મનન-મંથન

vartmanpravah

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

vartmanpravah

Leave a Comment