January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સમર – 2023 માં લેવાયેલી દ્વિતીય વર્ષ બી. ફાર્મસીના ચોથા સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 09/10/2023 સોમવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં બે વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહ્યા છે તથા 37 વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્‍થા અને કોલેજનું ગૌરવ વધાર્યું છે, જેમાં એસ.પી.આઈ વાઈઝ પરિણામ જોતા અંજલી અવતારસિંગ રાવત 9.54 એસ.પી.આઈ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમજ સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા લાડ પ્રાચી ધર્મેશ 9.59 સી.પી.આઈ મેળવી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તદુપરાંત ઈન્‍સ્‍ટીટયુટ વાઈઝ પરિણામ જોતા પ્રથમ ક્રમે અંજલી અવતારસિંગ રાવત (એસ.પી.આઈ 9.54), બીજા ક્રમે લાડ પ્રાચી ધર્મેશ (એસ.પી.આઈ 9.46), ત્રીજા ક્રમે અપૂર્વા કોકાટે(એસ.પી.આઈ 9.31), અને પ્રિયંકા મારુ (એસ.પી.આઈ 9.31) એસ.પી.આઈ પ્રાપ્ત કરી પોતાના માતા-પિતા અને કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આવી ઝળહળતી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રીબાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો.શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અને વાલીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

Leave a Comment