July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

એક તરફી પ્રેમ પ્રકરણમાં: દહાડમાં સરેઆમ રોડ ઉપર યુવતિની હત્‍યાથી ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.2પ: ઉમરગામ પોલીસ મથક હદમાં દહાડ ખાતે એક તરફી પ્રેમ પ્રકરણમાં એક યુવતીને તિક્ષ્ણ હથિયારથી ઘા કરી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી અને ભય ઉપચારનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના બપોરના ત્રણ કલાકના અરસામાં દહાડ પંચાયત કચેરીના આગળના ભાગે એકાંત વિસ્‍તાર રોડ ઉપર બનવા પામી હતી. હત્‍યાના ભોગ બનનાર યુવતી હેમા ચંદ્રેશ યાદવ ધોરણ 12 કોમર્સમાં બોરડી ખાતે અભ્‍યાસ અને ઉમરગામ ગાંધીવાડી ચિત્રકૂટ વિસ્‍તારમાં રહેતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. યુવતી ટયુશન ક્‍લાસીસ પૂર્ણ કર્યા બાદ એમની ક્‍લાસમેટ પાસે નોટબૂક લેવા બોરડી તરફ જઈ રહી હતી તે અરસામાં પીછો કરનાર ત્રણ યુવકોએ દહાડ ખાતે આંતરી હુમલો કર્યો હતો. તિક્ષ્ણ હથિયાર વડે ગળા અને શરીરના ભાગે હુમલો કરતા યુવતીનું ઘટના સ્‍થળે મોત થવા પામ્‍યું હતું. હત્‍યાના ઘટના સ્‍થળે સ્‍થાનિકો ધસી આવ્‍યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસ તંત્રને કરતા હત્‍યામાં સંડોવાયેલા બે ઈસમોને ઝડપી પાડયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્‍યારે મુખ્‍ય આરોપી પંકજ પાસવાન ભાગી છૂટયો છે. હત્‍યારો ગાંધીવાડીચિત્રકૂટ વિસ્‍તારમાં રહેતો હોવાનું બહાર આવી રહ્યું છે. ઘટનાની તપાસ જિલ્લાના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી અને સ્‍થાનિક પોલીસ તંત્ર એ હાથ ધરી છે. હત્‍યાનું ચોક્કસ કારણ પોલીસ તંત્રની તપાસમાં બહાર આવશે.

Related posts

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

Leave a Comment