Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

લાંબા સમયથી ઓઈલ અને કેમિકલવાળા છોડાતા પાણીથી ગ્રામજનોની ખેતીને નુકસાન થવાની સાથે અથોલા ધોધ ફળિયા ખાતે તમામ બોરિંગ અને કૂવાના પાણીમાં નિકળતું કેમિકલઃ છેલ્લા 7 વર્ષથી ગામની મહિલાઓને સરકારી નર્સરીમાં પાણી ભરવા જવા પડી રહેલી ફરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના ગલોન્‍ડા પંચાયતમાં અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા છોડવામાં આવતા ઓઈલ અને કેમિકલવાળા પાણીથી ગ્રામજનોની ખેતીની ઉપજને ભારે નુકસાન થઈ રહ્યું હોવાની ઉઠેલી ફરિયાદમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તાએ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને નોટિસ પાઠવતા પ્રદૂષણ ફેલાવતી કંપનીઓમાં સોપો પડી ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગલોન્‍ડા પંચાયતે અપાર કંપનીમાંથી છોડાતા ઓઈલ કેમિકલવાળા પ્રદૂષિત પાણીથી ગ્રામજનોને થઈ રહેલા નુકસાનની જાણકારી આપી હતી. જેમાં કેમિકલવાળા પાણીથી આખા ગામનું પાણી દૂષિત થઈ જવાના કારણે કૂવા-બોરિંગના પાણી, નદીના પાણીને ખુબ જ માઠી અસર થઈ છે અને ખેતરમાં ઉભા પાકને પણ ખુબ નુકસાન થવાપામ્‍યું છે. કેમિકલવાળા પાણીના કારણે આજુબાજુના વિસ્‍તારોમાં બિમારીઓ પણ ફેલાઈ રહી છે. ગ્રામજનોને પીવા અને પોતાના વપરાશ માટેનું પાણી ક્‍યાંથી લાવવું તે પ્રશ્ન ઉભો થયો છે.
અથોલા ગ્રામ પંચાયતે કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, અથોલાથી બાવિસા ફળિયા-સેલવાસ સુધીના અંદાજે ત્રણ કિલોમીટર જેટલું નદીનું પાણી દૂષિત થયું હોવાથી નદીમાં માછલી સહિત નાના-મોટા જળચર જીવો પણ નષ્‍ટ થઈ રહ્યા છે. પશુ-પક્ષી અને અન્‍ય જીવો પણ આ પાણીનો ઉપયોગ કરતા નથી. અથોલાના ધોધ ફળિયામાં તમામ બોરિંગ અને કૂવામાં કેમિકલવાળું પાણી નીકળી રહ્યું છે. છેલ્લા સાત વર્ષથી ગામની મહિલાઓ સરકારી નર્સરીમાં પાણી ભરવા જાય છે. કંપની દ્વારા નદીમાં પાણી છોડવા માટે મોટર પણ નાંખેલી હોવાની માહિતી આપી છે.
ગલોન્‍ડા પંચાયત દ્વારા કરવામાં આવેલી ફરિયાદને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તાએ ગંભીરતાથી લઈ અથોલા સ્‍થિત અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને કારણદર્શક નોટિસ પાઠવી પોતાની સ્‍પષ્‍ટતા રજૂ કરવા જણાવાયું છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અંતર્ગત તાત્‍કાલિક અસરથી નદી-નાળામાં છોડાતા ઓઈલ કેમિકલવાળા પાણી બંધ કરવા અને ઈરાદાપૂર્વક પ્રદૂષણ ફેલાવી લોકોના આરોગ્‍ય અને પર્યાવરણ સાથે ચેડાંકરી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ રજૂ કરી અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને સીલ શા માટે નહીં કરવી? તે બાબતે જવાબ માંગવામાં આવ્‍યો છે.

Related posts

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

vartmanpravah

દાનહના નરોલીની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્નની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

Leave a Comment