April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગુજરાત ટેકનોલોજીકલયુનિવર્સિટી દ્વારા માસ્‍ટર ઓફ ફાર્મસી બીજા સેમેસ્‍ટરની પરીક્ષાનું તારીખ 12/09/2022 સોમવારના રોજ જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલ છે. દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં એમ. ફાર્મના ત્રણ વિદ્યાર્થીઓ જી. ટી. યુ. ટોપ ટેનમાં અને સાત વિદ્યાર્થીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં સમગ્ર એમ.ફાર્મ બ્રાંચના એસ.પી.આઈ અને સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા કચ્‍છી જાગૃતિબેન વસંતભાઈ 9.23 એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં સાતમો ક્રમ, અને કોન્‍ટ્રકટર ફોરમ જયેશભાઈ 9.08 એસ.પી.ઈ સાથે દશમો ક્રમ પ્રાપ્ત કર્યો છે, અને સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા કોન્‍ટ્રકટર ફોરમ જયેશભાઈ 9.15 સી.પી.આઈ સાથે પાંચમો ક્રમ અને સરવૈયા સંજયભાઈ ભરતભાઈ 9.08 સી.પી.આઈ સાથે નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું નામ વધાર્યું છે.
આ ઉપરાંત બ્રાંચ વાઈઝ પરિણામ જોતા ફાર્માસ્‍યુટિકસ શાખામાં કોન્‍ટ્રકટર ફોરમ જયેશભાઈ 9.15 સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમે, સરવૈયા સંજયભાઈ ભરતભાઈ 9.08 સી.પી.આઈ સાથે બીજા ક્રમે, નાયક નીલ તોહલ 8.92 સી.પી.આઈ સાથે ચોથા ક્રમે, કિકાણી ઉત્‍કર્ષ ભરતભાઈ8.85 સી.પી.આઈ સાથે સાતમાં ક્રમે, સિંગ દિક્ષા વિનય 8.77 સી.પી.આઈ સાથે દશમાં ક્રમે આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત બ્રાંચ વાઈઝ પરિણામ જોતા ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ શાખામાં કચ્‍છી જાગૃતિબેન વસંતભાઈ 9.00 સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ચોથા ક્રમે, લાડ શિવમ પરેનભાઈ 8.77 સી.પી.આઈ સાથે નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું. આવી સોનેરી સિદ્ધિ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણીસ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણીસ્‍વામી કપિલ જીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર અને એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, તેમજ સ્‍ટાફે એમ.ફાર્મસીના વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી અને ભવિષ્‍યમાં પણ આવી ઉજવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્‍યા હતા.

Related posts

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

હવેથી દમણમાં ઓનલાઈન ડિજિટલ માધ્‍યમથી જ 1 અને 14ની નકલ મળશે

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

Leave a Comment