February 5, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવાપીસેલવાસ

સોમવારે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્યની થનારી શરૂઆતના સંદર્ભમાં દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાશે ગ્રામસભા

ગ્રામસભામાં દમણવાડા, ઢોલર, ભામટી અને પલહિત ગામ માટે થનારા પુનઃ સર્વેક્ષણથી સંબંધિત જાણકારીઓથી માહિતગાર કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લાની જમીનોના પુનઃ સર્વેક્ષણના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ કડીમાં સર્વેક્ષણનું કાર્ય દમણવાડા પંચાયત વિસ્‍તારમાં શરૂ કરવાનું છે. જેની તૈયારી માટે અગામી તા.26મી ડિસેમ્‍બર, 2022ના રોજ દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ગ્રામસભામાં દમણવાડા, ઢોલર, ભામટી અને પલહિત ગામ માટે થનારા પુનઃ સર્વેક્ષણથી સંબંધિત જાણકારીઓથી માહિતગાર કરાશે. જેથી પુનઃ સર્વેક્ષણની કાર્યવાહી નિર્ધારિત સમયસીમામાં પૂર્ણ થઈ શકે.
દમણ જિલ્લામાં પોર્ટુગલ શાસન બાદ પહેલી વખત જમીનનું સર્વેક્ષણ 1970-72ના વર્ષમાં થયું હતું. જે જૂની પધ્‍ધતિઓથી કરાયું હતું. આ કડીમાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાન અંતર્ગત ભારત સરકારના ડિજિટલ ઈન્‍ડિયા અભિયાન હેઠળ ડિજિટલ ઈન્‍ડિયા લેન્‍ડ રેકોર્ડ્‍સનાઅદ્યતનીકરણના કાર્યક્રમ મુજબ આ પુનઃ સર્વેક્ષણ અદ્યતન ટેક્‍નીક અને સાધનોના ઉપયોગથી કરાશે.
અત્રે નોંધનીય છે કે, આ પ્રદેશની જનતાને દરેક સુવિધાઓ અદ્યતન ટેક્‍નીકના માધ્‍યમથી મળે એ માટે પ્રશાસક શ્રી હંમેશા પ્રયાસરત રહે છે. તાજેતરમાં પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારના પરિયારી, જમ્‍પોર, નાયલાપારડી અને દેવાપારડી ગામને પાયલોટ પ્રોજેક્‍ટ અંતર્ગત પુનઃ સર્વેક્ષનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્‍યું છે અને હવે ટેક્‍નીકલ તપાસ પુરી થયા બાદ જી.આઈ.એસ. બેઝ્‍ડ નકશા નાગરિકોના નિરીક્ષણ માટે ઉપલબ્‍ધ કરાયા બાદ સૂચનો અને વાંધાઓનું નિરાકરણ કરી રેકોર્ડ ઓફ રાઈટ્‍સની અધિકૃત અધિકારી દ્વારા ઘોષણા કરાશે.
દમણવાડા પંચાયત વિસ્‍તારના તમામ નાગરિકોને પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે કે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્ય દરમિયાન ઉપસ્‍થિત રહી જરૂરી માહિતી ઉપલબ્‍ધ કરાવી આ કાર્યમાં સહયોગ આપવામાં આવે અને સોમવારે આયોજીત ગ્રામસભામાં હાજર રહી આ સંબંધમાં વિસ્‍તૃત જાણકારી મેળવવા પણ આહ્‌વાન કરાયું છે.

Related posts

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી અને પારડી તાલુકામાં રૂ.50 કરોડના રસ્‍તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં દાનહના 71મા મુક્‍તિ દિવસની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment