January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને ઉમેદવાર જાહેર કર્યો

પાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ મરચા ભાજપ ત્‍યારબાદ અપક્ષ અને હવે આપમાંથી ચૂંટણી લડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ ઉર્ફે રાજુ મરચા ગઈકાલે બુધવારે આમ આદમી પાર્ટીમાં વિધિવતજોડાયાની જાહેરાતના હજુ 24 કલાક વિત્‍યા નથી ત્‍યાં આજે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને વલસાડ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરતાની સાથે રાજકારણમાં હલચલ શરૂ થઈ જવા પામી છે. જો કે આ અખબારે રાજુભાઈને ટિકિટ મળશે તેવી નુકચેતી પણ આપી દીધી હતી.
રાજુભાઈ મરચાનું રાજકીય જાહેર જીવન ચડઉતર રહ્યું છે. તેઓ ભાજપની ટિકિટ ઉપર પાલિકાની ચૂંટણી લડી ચૂક્‍યા છે. પાલિકામાં પ્રમુખના હોદ્દા ઉપર પણ રહી ચૂક્‍યા છે. અંતે ભાજપ સાથે વાંકુ પડતાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી જીત્‍યા છે. તેઓની કામ કરવાની શૈલી અલગ પ્રકારની છે. ઘરના કોઈપણ સભ્‍યની ચૂંટણી જીતાડી બતાવી છે. તેથી રાજુભાઈની રાજકીય કેરીયર જોઈને આપ એ ટિકિટ આપી છે. જાણીતો બનેલો ચહેરો આપને મળી ગયો છે કે વલસાડ તાલુકાના મતદારો તેમને કેટલા સ્‍વિકારે છે તે તો ચૂંટણી પરિણામ જ બતાવી આપશે.

Related posts

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

દોષિતોને કડકમાં કડક સજાની માંગણી સાથે દમણ-સેલવાસમાં અનુ.જાતિ સમુદાયે વિશાળ રેલી યોજી દુષ્‍કર્મની ઘટનાને વખોડી

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

દાનહના બોન્‍તા ગામે શનિધામ ખાતે શનિ અમાવસ્‍યાની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

ભુખ્‍યાને બે ટંક મફત ભોજન માટે વાપી સલવાવમાં લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો

vartmanpravah

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment