(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા.25 નવેમ્બર (International Day for the Elimination of violence against women) થી 10 ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમો જિલ્લાના વિવિધ વિસ્તારમાં કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત વલસાડ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર 3 ભાગમાં રાખવામાં આવ્યો છે. આગામી સેમિનાર તા.17-12-24ના રોજ યોજાશે.
આ સેમિનાર પ્રસંગે ઓસીન પારેખ- સાયકો થેરાપીસ્ટ અને મેન્ટલ હેલ્થ ટ્રેનર દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અને બાળકોના કાઉન્સિલિંગના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓને ‘‘મેન્ટલ હેલ્થ અને કાઉન્સેલિંગ” વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી કમલેશ ગિરાસે અને DHEWના કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, પી.બી.એ.સી. વાપી- કપરાડા- વલસાડ, વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર વાપી- ઉમરગામના કર્મચારીઓ, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનથી સી ટીમનાપોલીસ કર્મચારી, જિલ્લા આરોગ્ય ક્ચેરીના એડોલેશન કાઉન્સિલર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓ, વગેરે ફિલ્ડ અને કાઉન્સિલિંગના કામ સાથે સંકળાયેલ કર્મચારી હાજર રહ્યા હતા.
