Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપીતા.01: વલસાડ જિલ્લા પોલીસના 3 પોલીસકર્મીની ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ (ઓગસ્‍ટ 2022) માટે પસંદગી થતા જિલ્લા પોલીસ બેડામાં ખુશીની લાગણી ફેલાઈ છે.
આ અંગે મળતી વિગતો મુજબ મૂળ ભાવનગરના અકવાડાના વતની અને હાલ વાપી એસઓજીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિક્રમ મનુભાઈ રાઠોડ અને પોલીસ કોન્‍સ્‍ટેબલ કેવલ લીલાભાઈ દેસાઈ અને સુરેશ ચંદુભાઈ કટેરીયાની ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગત ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ (ઓગસ્‍ટ 2022) માટે પસંદગી થઈ છે. ગુજરાતના ડીજીપીના હસ્‍તે ત્રણેય પોલીસકર્મીને એવોર્ડ આપવામાં આવ્‍યા છે. સુંદર કામગીરી બદલ ત્રણેય પોલીસ જવાનોને એવોર્ડ મળતાજિલ્લાના પોલીસકર્મીઓએ હાર્દિક અભિનંદન પાઠવ્‍યા હતા અને ખુશીની લાગણી ફેલાયેલી જોવા મળી હતી.

Related posts

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

Leave a Comment