Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

કાકા દિપકભાઈ પટેલનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું જ્‍યારે ભત્રીજા રંગને હોડીવાળાઓએ બચાવી લીધો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડના ધનોરી ગામે રહેતો પરિવાર પિતૃતર્પણ માટે નર્મદા, ચાણોદમાં ગયો હતો. વિધી દરમિયાન સમય મળતા પરિવારના કાકો-ભત્રીજો અને અન્‍ય પાણીમાં નહાવા ગયા હતા. જેમાં કાકડો અને ભત્રીજો પણ નહાવા પડેલા તે દરમિયાન બન્ને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા પરંતુ ભત્રીજાનેહોડીવાળાઓએ બચાવી લીધો હતો.
વલસાડ તાલુકાના ધાનોરી ગામે પટેલ ફળીયામાં રહેતા ગિરિધરભાઈ પ્રેમાભાઈ પટેલ તેમની પત્‍ની નિરૂબેન પટેલ, પૂત્ર દિપકભાઈ ગિરિધર પટેલ, બહેન હર્ષના, નવિન પટેલ, ઈશ્વર પટેલ જેવા પરિવારના 28 લોકો ગત તા.18ના રોજ ગિરિધરભાઈ પટેલ અને રંગ દિલીપભાઈ પટેલ અને અન્‍ય ચાર-પાંચ જણા પાણીમાં નહાવા ગયા હતા ત્‍યારે દિપકભાઈ અને રંગ પટેલ પાણીમાં ડૂબ્‍યા હતા પરંતુ ભત્રીજા રંગનો હાથ દેખાતા હોડીવાળાઓએ બચાવી લીધો હતો જ્‍યારે દિપકભાઈ પાણીમાં ડૂબી જતા તેમની શોધખોળ હાથ ધરી હતી. એનટીઆરએફએ મોડી સાંજ સુધી તપાસ કરેલી પણ સફળતા મળી નહોતી. બીજા દિવસે કાકા દિપક પટેલનો મૃતદેહ મળ્‍યો હતો. 72 વર્ષિય વૃધ્‍ધ પિતા ગિરિધરભાઈ પટેલએ પોતાના દિકરાને કાંધ આપા હતી ત્‍યારે ગામમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

Related posts

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે યોજાયેલ સ્‍વચ્‍છતા અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ ટીમ સાથે લીધેલો ભાગ

vartmanpravah

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

Leave a Comment