Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

દોઢ વર્ષની કેશા જીંદગી સામે જંગ હારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ધરમપુરના ગનવા ગામે આજે સવારે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. સમગ્ર દુનેઠાનો માહ્યાવંશી પરિવારનીમાતા-પુત્રી સપ્તશ્રુંગી દર્શન કરી દમણ પરત આી રહ્યા હતા ત્‍યારે તેમની કાર ગનવા ગામે ઝાડ સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં માતા ઘાયલ થઈ હતી જ્‍યારે દોઢ વર્ષની પૂત્રીનું સારવારમાં કરુણ મોત થવા પામ્‍યું હતું.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર પો.સ્‍ટે.માં વિષ્‍ણુભાઈ બાબુભાઈ માહ્યાવંશીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમની બ્રેજા કાર નં.ડીડી 03 કે 8297 લઈને પત્‍ની સાધનાબેન વિષ્‍ણુભાઈ માહ્યાવંશી અને દોઢ વર્ષની પૂત્રી કેશા ચાલક યોગેશ આહિર સપ્તશ્રુંગી દર્શન કરવા ગયા હતા. પરત ફરતા ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં સાધનાબેનને પગમાં ઈજાઓ થઈ હતી જ્‍યારે માસુમ પુત્રી કેશા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બન્નેને સાંઈનાથ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. સારવારમાં માસુમ દોઢ વર્ષિય બાળકી કેશા જીંદગીનો જંગ હારી ગઈ હતી. પોલીસે ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

પારડી એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment