October 15, 2025
Vartman Pravah
Breaking Newsદેશ

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

અધિકારીઓ સાથે પણ કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિને લક્ષદ્વીપ પહોંચી સુશાસન દિવસની ઉજવણીને શ્રમેવ જયતેના સિદ્ધાંત સાથે સાર્થક કરી હતી. તેમણે કોચી બંદરથી લક્ષદ્વીપ આવતા મુસાફરોને પડતીતકલીફની પ્રત્‍યક્ષ જાણકારી માટે કોચી બંદર ઉપર જહાજ સાથે વ્‍હાર્ફ(ધક્કા)ની પણ મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોચી બંદરના ધક્કા ખાતે પહોંચી જહાજમાં પ્રવાસ કરતા મુસાફરોની સમસ્‍યાથી પણ તેઓ અવગત થયા હતા અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા હવાઈ માર્ગે લક્ષદ્વીપ જતા હોય છે. પરંતુ દરરોજ સેંકડો પ્રવાસીઓ અને લક્ષદ્વીપના નિવાસીઓ પોતાની અવર-જવર માટે કોચી બંદર મારફત બોટનો ઉપયોગ કરતા હોય છે. ગઈકાલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત કાર્યક્રમો વચ્‍ચે સમય કાઢી કોચી બંદર ઉપર લાંગરેલ જહાજની મુલાકાત લીધી હતી અને ધક્કાનું પણ નિરીક્ષણ કરી પ્રવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્‍યા જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. અધિકારીઓને પણ જરૂરી દિશા-નિર્દેશ આપી પ્રવાસ સરળ બને તે દિશામાં પ્રયાસ કરવા તાકિદ કરી હતી.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment