Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

  • ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા દમણના ઉદ્યોગ ગૃહોને ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે કરેલું આહ્‌વાન

  • ‘હર ઘર તિરંગા’ અભિયાનને સો ટકા સફળ બનાવવા ડીઆઈએના પૂર્વ પ્રમુખ રમેશ કુંદનાનીએ ઉદ્યોગ ગૃહોને કરેલી અપીલ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.03: દમણના દરેક ઉદ્યોગોની ઈમારતો ઉપર 13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન તિરંગો લહેરાશે અને રાષ્‍ટ્રભાવનાનો જયઘોષ કરાશે. આજે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલના નેતૃત્‍વમાં ડી.આઈ.એ.ની મળેલી સમિતિ બેઠકમાં ઉપરોક્‍ત નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બેઠકમાં ડી.આઈ.એ. પ્રમુખ શ્રી પવન અગ્રવાલે ઉપસ્‍થિત ઉદ્યોગપતિઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનની સમજ આપતાં જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લાની તમામ ઔદ્યોગિક યુનિટો ઉપર 13થી 15મી ઓગસ્‍ટ દરમિયાન રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવવાનો છે. તેમણે આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા દરેક ઉદ્યોગપતિઓને આહ્‌વાન કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રધ્‍વજના સ્‍વાભિમાન અને ગૌરવનેબરકરાર રાખી નિヘતિ ઊંચાઈ ઉપર રાષ્‍ટ્રધ્‍વજને લહેરાવવાની જાણકારી પણ આપી હતી. આ સાથે બેઠકમાં ઉપસ્‍થિત તમામ ઉદ્યોગપતિઓને ડી.આઈ.એ. તરફથી એક એક રાષ્‍ટ્રધ્‍વજ તિરંગો પણ ભેટ આપવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે ડી.આઈ.એ.ના પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીએ જણાવ્‍યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનને દમણના ઉદ્યોગો દ્વારા 100 ટકા સફળ બનાવવાનું છે. તેમણે તાકિદ કરી હતી કે, એક પણ ફેક્‍ટરી કે યુનિટ તિરંગો લહેરાવવામાંથી બાકાત નહીં રહી જાય તેની તકેદારી આપણે રાખવાની છે. આ રાષ્‍ટ્રભાવના અને રાષ્‍ટ્ર પ્રત્‍યેના સ્‍વાભિમાનને પ્રદર્શિત કરવાનો અવસર છે.

આ પ્રસંગે ડી.આઈ.એ.ના ઉપ પ્રમુખ શ્રી શરદ પુરોહિત, સેક્રેટરી શ્રી સન્‍ની પારેખ, કોષાધ્‍યક્ષ શ્રી આર.કે.શુક્‍લા, શ્રી ગૌરવ ચૌધરી, શ્રી ટીલ્લુભાઈ, શ્રી જીનેન્‍દ્ર બોથરા, શ્રી મનોજ નંદાનિયા, શ્રી પી.કે.સિંઘ સહિત અન્‍ય ઉદ્યોગપતિઓ અને ડી.આઈ.એ. સાથે જોડાયેલા લોકો તથા ટોરેન્‍ટ પાવરના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

vartmanpravah

Leave a Comment