Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નવસારી, તા. 31 : નવસારી કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચયુઅલ રીતે ઉપસ્થિત રહીને બાળકોને આર્શિવચન આપતા કહ્યું હતું કે, આજે પ્રધાનમંત્રીશ્રી તરીકે નહિ પણ પરિવારના સભ્ય તરીકે તમારી સાથે જોડાયો છું. સરકાર સંવેદનશીલતા સાથે કામ કરીને સેવાના ભાવ સાથે આગળ વધી રહી છે.

કાર્યક્રમ દરમિયાન પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત બાળકોને પાસબુક (બાળક ૧૮ વર્ષની ઉંમરથી માસિક સ્ટાઇપેન્ડ અને ૨૩ વર્ષની ઉંમરે પહોંચવા સુધીમાં રૂ.૧૦ લાખની સહાય, પી.એમ.જાય હેલ્થ કાર્ડ, પી.એમ.કેર્સ સર્ટીફિકેટ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને શિક્ષણ કીટ આપવમાં આવી હતી. આ યોજનાનો નવસારી જિલ્લાના ૧૭ બાળકોને લાભ મળી રહ્યો છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ બાળકોને માસિક રૂ. ૪૦૦૦ ડી.બી.ટી દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે. પી.એમ.કેર્સના બાળકોની ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી માસિક રૂ. ૨૦૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. પી.એમ.કેર્સના બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લઇને રૂ.પાંચ લાખ રૂપિયાનો હેલ્થ વિમાનું કવર મળે છે.

આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા સમિતિના ચેરમેનશ્રી ઓમ પ્રકાશ અગ્રવાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસાર સહિતના અધિકારીશ્રીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપર એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : બે દુકાનદારને સલામત બચાવી લેવાયા

vartmanpravah

સેલવાસના બંગલામાંથી રૂા.20 લાખની રોકડ-ઘરેણાં ચોરી નિકળેલા બે ચોરને વાપી પોલીસે દબોચી લીધા

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment