(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.19 : સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી મહેશ અગરિયા બે દિવસથી દીવના પ્રવાસે છે. જ્યાં તેઓ દીવના નાગરિકોને ભાજપના સભ્ય બનાવી રહ્યા છે. જેની કડીમાં આજે તેમના નેતૃત્વમાં વણાંકબારા ભાજપ મંડળમાં ડોર ટુ ડોર સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમની સાથે ભાજપના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણ, શ્રીમતી અમૃતાબેન, શ્રી ભવ્યેશભાઈ, શ્રી પ્રિયાંક, શ્રીમતી ભુવનેશ્વરીબેન, શ્રીમતી હેતલબેન, શ્રી મયુરભાઈ, શ્રી અમૃતભાઈ વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.