July 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકી સાથે 399 કેસોનું થયું સમાધાન

સમાધાન ભાગ રૂપે વિવિધ બેંકો, જીઈબીના મળી રૂા.13.66 લાખનું થયું સેટલમેન્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: શનિવારના રોજ પારડી સિવિલ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઘણા સમયથી વણઉકેલ્‍યા કેસો જેવા કે નેગોશિયબલ, પ્રોહિબિશન લગ્ન જીવનના. જીઈબી અને વિવિધ બેન્‍કોના નાણાંકીય વ્‍યવહારના કેસોને મૂકવામાં આવ્‍યા હતા. જેમાં પ્રિન્‍સિપાલ સિવિલ જજ ઝેડ.જી.મોદન, એડિશનલ સિવિલ જજ સબા સય્‍યદ, અને સિનિયલ વકીલ ભરતભાઈ પટેલ, મહેશભાઈ ભટ્ટ, માંગીલાલ પુરોહિત, જિનેશ માપરા, ભાર્ગવ પંડ્‍યા, નીલ શેઠ, રોનક રાણા, મિતેશ ભંડારી, સહિત વકીલોએ અસીલોની રજૂઆતો સાંભળી હતી અને કુલ 399 કેસોનો સુખદ નિકાલ કરવામાં સફળતા મેળવી હતી. આ સાથે સ્‍ટેટ, બેંક, બેંક ઓફ બરોડા, સહિત વિવિધ બેંકો અને જીઈબીનાકેસોનું રૂા. 13.66 લાખનું સેટલમેન્‍ટ થયું હતું.

Related posts

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

દાનહ અને દમણમાં કોરોનાનો આંકડો 15-15 નોંધાયો : દીવમાં કોરોનાના 02 કેસ નોંધાયા

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

Leave a Comment