Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાના વાઘછીપામાં દોઢ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં ઊંધી પડતા કરુણ મોત

શ્રમિક માતા-પિતા ઈંટના ભઠ્ઠા પર કામ કરતાં હતા ત્‍યારે બાળકી પાણી ભરેલ ડોલ સાથે રમતા બની ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જેમાં પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે મૂળ મહારાષ્‍ટ્ર દહાણું તાલુકાના અસવેરા ગામનું ગરીબ શ્રમિક પરિવાર જયદેવભાઈ લક્ષ્મણભાઈ ઘોરખના અને તેમની પત્‍ની મંજુબેન ઈંટના ભઠ્ઠા પર કામ કરી રહ્યા હતા ત્‍યારે તેમના ચાર સંતાનો નજીકમાં રમી રહ્યા હતા. ચાર સંતાનો પૈકી એક દોઢ વર્ષની દીકરી નક્ષેત્રા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં ઊંધી પડી જતાં માથું પાણી ભરેલ ડોલમાં ડુબતા બાળકી પાણી પી જતા મોતને ભેટી હતી. જમવાના સમયે બાળકી ન દેખાતા મોટી છોકરીના કહેવાથી બાળકીને પાણી ભરેલ ડોલમાં ઊંધી પડેલી જોઈ પરિવારે તેને બહાર કાઢી ઈંટના ભઠ્ઠાના માલિક ઈશ્વરભાઈની કારમાં સારવાર માટે પારડી મોહન દયાલ હોસ્‍પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્‍ટરે મૃત જાહેર કરી હતી. પારડી પોલીસે સી.એચ.સી. ખાતે પી.એમ. કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાનહમાં 01 અને દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહી નોંધાયો

vartmanpravah

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

vartmanpravah

વાપી નૂતન નગરમાં હોલિકા દહન કરાયું

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment