Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી પીછો કર્યો પરંતુ તસ્‍કરો રાત્રીના અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પંથકમાં ગતરાત્રીના સવા બે વાગ્‍યાના સમય દરમ્‍યાન ત્રણ જેટલા ચડ્ડીબનીયાન ધારી તસ્‍કરો ચીખલીના માછીવાડ, વાણિયાવાડમાંથી પસાર થઈ મેઈન બજાર તરફ જઈ રહ્યા હતા. તે દરમ્‍યાન નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલા હોમગાર્ડ જવાનો તેમજ અન્‍ય યુવાનોએ ત્રણેય તસ્‍કરોને પડકારતા ત્રણેય તસ્‍કરોએ ભારે દોડ લગાવી ચીખલી નદી કિનારા વિસ્‍તાર તરફ નાસી જવામાં સફળ રહ્યા હતા. ચીખલી ખાતે ગતરાત્રીએ પોલીસની કોમ્‍બિનગ નાઈટ હોય પોલીસની નાઈટ પેટ્રોલિંગ હોવા છતાં તસ્‍કરો માછીવાડ, વાણિયાવાડ થઈને મેઈન બજારમાં રાત્રીના સમયે પોતાનો કસબ અજમાવે તે પહેલા જ હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી સામે આવી જતા તસ્‍કરો નાસી છૂટયા હતા. ત્રણ જેટલા ડ્રિચક્રીય વાહનો સાથે હોમગાર્ડ જવાનો તેમજ અન્‍ય ઈસમોએ દોડી રહેલા તસ્‍કરોનો પીછો કર્યો હતો. પરંતુ તસ્‍કરો અંધારાનો લાભ લઈ નદી કિનારેથી અંધકારમાં નાસી છૂટયા હતા.
ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્‍કરો રાત્રીના સમયે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્‍યારે પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગ સધન બનાવવાની જરૂર છે. કેટલીકવાર તો ફરજ પરના કર્મચારીઓ પોતાના પોઈન્‍ટ ઉપર હાજર પણ નથી રહેતા. થોડા દિવસ અગાઉ ચીખલી કોલેજ રોડ સ્‍થિત પોલીસ ક્‍વૉટર્સ પાછળ આવેલ થાલા શિવેચ્‍છા સોસાયટી ખાતે તસ્‍કરો પોતાનો કસબ અજમાવે તે પૂર્વે જ મહિલા જાગી જતાતસ્‍કરો ત્‍યાંથી પણ ફરાર થઈ ગયા હતા. જ્‍યારે બે દિવસ અગાઉ નેશનલ હાઈવે સ્‍થિત મજીગામ દિનકર ભવન ખાતે આવેલ પાર્ટી પ્‍લોટના બે નકુચા તોડી એક રૂમમાં મુકેલ સ્‍ટીલનો કબાટ તસ્‍કરોએ તોડી નાંખ્‍યો હતો. પરંતુ કંઈ હાથ લાગ્‍યું ન હતું. ત્‍યારે લોકોના જાનમાલની સુરક્ષા અંગે પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી નાઈટ પેટ્રોલીંગમાં ઉચ્‍ચ અધિકારી સરપ્રાઈઝ વિઝીટ કરે તે જરૂરી રહ્યું છે.

Related posts

vartmanpravah

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment