January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

ભીમપોર તળાવ ખાતે ફેન્‍સિંગ અને ગૌશાળાની ઊંચી બાઉન્‍ડ્રી વોલ બનાવવા સીઈઓ આશિષ મોહને આપેલી સૈધ્‍ધાંતિક મંજૂરીજિ.પં. પ્રમુખે સમસ્‍યાના નિરાકરણ માટે શરૂ કરેલા તાત્‍કાલિક પ્રયાસોથી જન પ્રતિનિધિઓમાં જાગેલી નવી આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં શનિવારે મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઓ શ્રી રાહુલ ભીમરાની સાથે ભીમપોર ગ્રામ પંચાયત ખાતેની ગૌશાળા અને ભીમપોર તળાવનું નિરીક્ષણ કર્યું હતું.ભીમપોર તળાવને ચારેય બાજુથી સુરક્ષા માટે ફેન્‍સિંગ કરવા અને ગૌશાળામાં ઊંચી બાઉન્‍ડ્રી વોલ બનાવવાની જરૂરિયાત મહેસૂસ થઈ હતી. જિ.પં. પ્રમુખના આગ્રહથી સી.ઈ.ઓ.એ તળાવનું ફેન્‍સિંગ અને ગૌશાળાની બાઉન્‍ડ્રી બનાવવા માટે સૈધ્‍ધાંતિક સહમતિ આપી હતી.
આ પ્રસંગે ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તથા આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર શ્રી સંદીપભાઈ તંબોલી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
જિ.પં. અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ દ્વારા આયોજીત જિ.પં. સભ્‍યો અને સરપંચોની બેઠકમાં ભીમપોર ગૌશાળા અને ભીમપોર તળાવની સુરક્ષાની બાબતમાં ઉઠેલા પ્રશ્નના નિરાકરણ માટે કરાયેલા તાત્‍કાલિક પ્રયાસથી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Related posts

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીના પાણીમાં તરતી અજાણી મહિલાની લાશ મળી આવી

vartmanpravah

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

Leave a Comment