January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક દિવાળી રજા દરમિયાન પ્રદેશ બહાર રહેતા દમણમાં જુગાર, મટકા, ઓઈલ-કેમિકલ ચોરી તથા અનીતિધામના અડ્ડાઓ ઠેર ઠેર ખુલી ગયા હોવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

  • સંબંધિત તંત્ર યોગ્‍ય કાર્યવાહી કરી ગેરકાયદે અને અસમાજિક પ્રવૃત્તિ ઉપર તાત્‍કાલિક રોક લગાવે એવી પ્રબળ બનેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દિવાળી રજા દરમિયાન પ્રદેશની બહાર રહેતા દમણમાં જુગાર, મટકા તથા ઓઈલ-કેમિકલ ચોરી જેવા ગોરખધંધા મોટા પાયે શરૂ થયા હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં વ્‍યાપક પણે થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક સમયે અસમાજિક પ્રવૃત્તિ અનેગેરકાયદે કામોમાં બદનામ બનેલા દમણને સીધી લાઈનમાં લાવવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની તમામ શક્‍તિ કામે લગાવી હતી. જેના પરિણામ સ્‍વરૂપ દમણ ખાતે ગેરકાયદે પ્રવૃત્તિમાં ઓટ આવી હતી. પરંતુ તેઓ પ્રદેશની બહાર રહેતા દમણ ખાતે જુગાર, મટકા, દેહ વેપાર, ઓઈલ-કેમિકલ ચોરી જેવા આંતરરાજ્‍ય રેકેટનું મુખ્‍ય કેન્‍દ્ર દમણ બની ગયું હોવાની ચર્ચા દિન-પ્રતિદિન સોશિયલ મીડિયામાં થઈ રહી છે. આ બાબતે સંબંધિત તંત્ર યોગ્‍ય કાર્યવાહી કરી ગેરકાયદે અને અસમાજિક પ્રવૃત્તિ ઉપર તાત્‍કાલિક રોક લગાવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન

vartmanpravah

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

દમણમાં આદિવાસી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કરાવેલો આરંભ

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

Leave a Comment