December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલ વેતન-ભથ્‍થાંના સંદર્ભમાં જાણકારી મેળવવાનો કરેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે શનિવારે જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો જોડે વિકાસકામોની સમીક્ષા કરી હતી. જિલ્લા પંચાયત અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્‍યોને સાથે રાખી વિકાસ યોજનાને આખરી ઓપ આપવા શરૂ કરેલા નવતર પ્રયોગથી તમામ ઉપસ્‍થિત ગ્રામ્‍ય પ્રતિનિધિઓમાં એક નવી આશાનો જન્‍મ થયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતના આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર શ્રી સંદીપભાઈ તંબોલીની ઉપસ્‍થિતિમાં જિલ્લા પંચાયત અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે દરેક ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થઈ રહેલા કામોની સમીક્ષા કરી હતી અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ પણ કરી હતી. કેટલાક કામોના ટેક્‍નીકલ સેંક્‍શન માટે થઈ રહેલા વિલંબ બાબતે પણ જાણકારી મેળવી હતી.આ પ્રસંગે વરકુંડ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદ મીટનાએ પ્રશાસન દ્વારા જાહેર કરેલ વેતન-ભથ્‍થાંના સંદર્ભમાં જાણકારી મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ મુખ્‍ય કાર્યકારી અધિકારી ઉપસ્‍થિત નહીં રહેવાના કારણે તેમને યોગ્‍ય પ્રત્‍યુત્તર મળી નહીં શક્‍યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના 10 સભ્‍યો અને 11 ગ્રામ પંચાયતોના સરપંચોની ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને બાળકો માટે નિઃશૂલ્‍ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

રાજ્‍યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્‍તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

Leave a Comment