October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022નું કરાયેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: બાગાયતપોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે 5 ડિસેમ્‍બર 2022 ના રોજ આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022 નું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગ નિમિત્તે મુખ્‍ય અતિથિ તરીકે નવસારી કળષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ.પી. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત બાગાયત પોલીટેકનીક પરીયાના આચાર્યશ્રી, ડો.એસ.એસ. ગાયકવાડ એ કર્યુ હતું.
કુલપતિશ્રી ડો.ઝેડ.પી. પટેલ દ્વારા આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022 કાર્યક્રમનું ઉદ્ધાટન કરી શુભારંભ કરવામાં આવ્‍યો હતો. વિવિધ પોલીટેકનીક કોલેજોના કુલ 72 વિદ્યાર્થીઓએ આ કબડ્ડી ટુર્નામેન્‍ટમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. કુલપતિશ્રીએ ખેલાડીઓને સંબોધતા જણાવ્‍યુ કે, કબડ્ડી અને અન્‍ય રમતોનું જીવનમાં ખૂબ મહત્‍વ છે, તેમજ કબડ્ડી એ ભારતમાં અને વિશ્વમાં પણ ટોચની રમતો પૈકીની એક રમત છે, અને કબડ્ડી રમત એ મૂળ ભારત દેશની રમત છે. કબડ્‍ડી શબ્‍દ તમિલ શબ્‍દ કાઈપિડી પરથી લેવામાં આવ્‍યો કારણ કે કાઈપિડીનો અર્થ હાથની પકડ થાય છે. કબડ્ડીને એક અનોખી રમત માનવામાં આવે છે કારણ કે આ રમતમાં અન્‍ય રમતોની જેમ કોઈ પણ પ્રકારના સાધનોની જરૂર હોતી નથી. માત્ર રમતના મેદાનની જરૂર પડે છે. આ ઉપરાંત કુલપતિશ્રી એ એ પણ કહ્યુ હતું કે, કબડ્ડી એમાત્ર શારીરિક શક્‍તિ જ નથી વધારતી પણ આપણી માનસિક શક્‍તિને પણ વધારે છે.
આ ઉપરાંત કુલપતિશ્રી એ તેમની જુની યાદોને યાદ કરીને કહ્યુ હતું કે, એગ્રીકલ્‍ચર કોલેજ વઘઈના વિદ્યાર્થીઓની પ્રથમ બેચના વિદ્યાર્થીઓ વનરાજ છત્રાલયમાં રમત ગમતના સાધનો વગર એકલા બેઠા હતા. ત્‍યારે તેઓશ્રી સીધા જ બિલીમોરા રમતગમતના સાધનોની દુકાનમાં ગયા અને રમતગમતના તમામ જરૂરી સાધનો લઈ આવેલ અને એ રાત્રે એમને નિંદ્રા પણ આવી ન હતી અને આખી રાત વિચાર કરતા રહ્યા કે કયારે સવાર થાય અને કયારે હું મારા વ્‍હાલા વિદ્યાર્થીઓને આ રમતગમતના સાધનો આપીશ. આ ઘટના બતાવે છે કે, કુલપતિશ્રીને રમત અને અન્‍ય પ્રવૃતિઓ પ્રત્‍યે ઘણો તોહ ધરાવે છે.
આ કબડ્ડી ટુર્નામેન્‍ટમાં બાગાયત પોલીટેકનીક પરીયાના આચાર્યશ્રી ડો.એસ.એસ. ગાયકવાડ, કૃષિ પ્રાયોગિક કેન્‍દ્રના વડાશ્રી ડો. ડી.કે. શર્મા, એગ્રિકલ્‍ચર પોલીટેકનીક વ્‍યારાના આચાર્યશ્રી, ડો. વિરલ પરમાર, તથા સ્‍ટાફ અને બાગાયત પોલીટેકનીક પરીયાના પ્રાધ્‍યાપકો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કબડ્ડી ટુર્નામેન્‍ટમાં એગ્રિકલ્‍ચર પોલીટેકનીક વ્‍યારાના વિદ્યાર્થીઓ વિજેતા રહ્યા હતા.

આ કબડ્ડી ટુર્નામેન્‍ટ નિમિત્તે બાગાયત પોલીટેકનીક, નકળયુ, પરીયાના આચાર્યશ્રી, ડો.એસ.એસ. ગાયકવાડએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યુ કે,નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીને ગુજરાતમાં જ નહી પરંતુ દેશભરમાં એક આગવી ઓળખ આપણા કુલપતિશ્રી ડો. ઝેડ.પી. પટેલ એ અપાવી છે. તેમજ તેમણે જણાવ્‍યુ કે, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીનું, અત્‍યાધુનિક જીમ અને નવું ક્રિકેટ ગ્રાઉન્‍ડ કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ વિદ્યાર્થીને જણાવ્‍યું કે, રમતમાં હાર-જીત તો થતી હોય છે, પરંતુ ખેલદીલીથી રમત રમવી. તેમજ રમતમાં ભાગ લેવો એ જ ખૂબ મહત્‍વનું છે. ડો. એસ.એસ. ગાયકવાડ મુખ્‍ય અતિથી કુલપતિશ્રી ડો. ઝેડ.પી. પટેલનો ઉત્‍સાહ અને ઉમંગથી આભાર માન્‍યો કે, તેઓશ્રી આજના પ્રસંગે ઉપસ્‍થિત રહીને કબડ્ડી ટુર્નામેન્‍ટને યાદગાર બનાવ્‍યો.

Related posts

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

દશેરા એ શુદ્ધ ઘીની જલેબી અને સીંગતેલમાં બનાવેલા ફાફડા તો માત્ર રજવાડીના જ

vartmanpravah

ચીખલી મજીગામમાં ભાજપ સંગઠન પર્વ-2024 અંતર્ગત બુથ પ્રમુખ પરામર્શ બેઠક યોજાઈ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

vartmanpravah

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah

Leave a Comment