October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

ગણદેવી તાલુકામાં 3 હજાર હેક્‍ટર, ખેરગામ તાલુકામાં 4 હજાર હેક્‍ટર જ્‍યારે ચીખલી તાલુકામાં 8 હજાર હેક્‍ટરનું ચોમાસું ડાંગરનું વાવેતર કરવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.16: દક્ષિણ ગુજરાત સહિત રાજ્‍યમાં ચોમાસાની શરૂઆત થઈ છે. જેથી કરી જગતનો તાત ખેડૂતોમાં આનંદની લાગણી વ્‍યાપી જવા પામી હતી. નવસારી જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્‍યો છે જેને લઈને ખેડૂતોએ ચોમાસું ડાંગરની વાવણીની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં બે રાઉન્‍ડ વરસાદની ધમાકેદાર બેટિંગમાં આશરે 35 થી 40 ટકા જેટલો વરસાદ ખાબકયો છે. વરસાદ ધીમી ધારે વિરામ લેતા ખેડૂતો હવે ચોમાસું ડાંગરની વાવણીમાં જોતરાયા છે . જ્‍યારે ચોમાસું વાવેતર ચીખલી તાલુકામાં 8 હજાર હેકટર, ગણદેવી તાલુકામાં 3 હજાર હેકટર, ખેરગામ તાલુકામાં 4 હેકટર જેટલું ચોમાસું ડાંગરની વાવણી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. જિલ્લામાં ચોમાસું ડાંગરની ઉપર મોટાભાગના ખેડૂતો નિર્ભર રહે છે. વાવણી લાયક વરસાદ થતાં મહિલાઓ ડાંગરની વાવણી કરતા નજરે પડી રહ્યા છે.

Related posts

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment