April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

ફિશરીઝ સોસાયટી સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાં સમાવવાથી માર્કેટના અન્‍ય ડિઝલ પંપો કરતા રૂા.રરથી રપ પ્રતિ લીટરે મોંઘુ પડતુ ડિઝલ : સરકારના નિર્ણયથી પ્રદેશના માછીમાર સમુદાયને પડેલો મરણતોલ ફટકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કેન્‍દ્રીય મત્‍સ્‍યપાલન અને પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા અને કેન્‍દ્રીય પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરીને એક પત્ર લખી દમણ-દીવની ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધની શ્રેણીમાં મુક્‍તા માર્કેટના અન્‍ય પેટ્રોલપંપો કરતા રૂા.રરથી રપ પ્રતિ લીટર ડિઝલ મોંઘુ ખરીદવા પડી રહ્યું હોવાથી પ્રદેશના મત્‍સ્‍યોદ્યોગને મરણતોલ ફટકો પડી રહ્યો હોવાની લાગણી વ્‍યક્‍ત કરી છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે સાગરખેડુઓની ફિશરીઝસોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ વપરાશકર્તાની શ્રેણીમાંથી બહાર કાઢી સામાન્‍ય ડિઝલપંપોની સમકક્ષ ભાવ રાખવા માંગણી કરી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પોતાના પત્રમાં જણાવ્‍યું હતું છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશના દમણ અને દીવ દરિયા કિનારે આવેલા જિલ્લાઓ છે અને અહી મોટાભાગની વસ્‍તી માછીમારીના વ્‍યવસાય સાથે સંકળાયેલી છે.
આ વ્‍યવસાય સાથે હજારો પરિવારોની આજીવિકા જોડાયેલી છે. તાજેતરમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ડીઝલના ભાવમાં બલ્‍ક ડીઝલ ગ્રાહકો માટે વધારો કરવામાં આવ્‍યો છે. એક માછીમાર સાગરખેડૂ માછલી પકડવાની પોતાની હોડી ડીઝલ ઉપર ચલાવે છે અને વર્ષોથી ચાલી આવેલી વ્‍યવસ્‍થા અનુસાર માછીમાર સોસાયટીના આ ડીઝલ પંપના કારણે માછીમાર ભાઈએ મનોનીત પોતાના સોસાયટીના ડીઝલ પંપથી ડીઝલ ખરીદવું પડે છે
હવે માછીમાર સમાજના આ ડીઝલ પંપ‘થોકબંધ’ની શ્રેણીમાં આવવાથી, માછીમાર બંધુઓને ‘સામાન્‍ય વપરાશ’ શ્રેણીથી રરથી રપ રૂપિયે મોઘું ડિઝલ ખરીદવું પડે છે. જે તેમના માટે આર્થિક રીતે અસહનીય છે.
માછલી પકડવાનો વ્‍યવસાય એક સાહસિક અને જોખમ ભરેલો છે.છેલ્લા વર્ષોમાં કુદરતી આફત અને અન્‍ય જોખમોથી ઘેરાયેલા આ ધંધાને કોરોનામાં ઘણીઅસર થઈ છે. તેથી, શ્રી દિપેશભાઈ ટંડેલે પત્રમાં વિનંતી કરતા જણાવ્‍યું હતું કે સાગર ખેડુને ડીઝલના વધેલા ભાવોમાંથી મુક્‍તિ આપવામાં આવે જેથી સાગરખેડૂઓ પોતાનો આ વ્‍યવસાય સરળતાથી ચલાવી શકે એવી લાગણી વ્‍યક્‍ત કરી છે.

Related posts

સરીગામ પાગીપાડા નહેરની બાજુમાં ગેરકાયદેસર નિકાલ કરેલ દવા ગોળીના જથ્‍થાનો મુદ્દો ગંભીર પરંતુ મંદ ગતિએ તપાસ

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

દાદરાની એક કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

Leave a Comment