જિલ્લા પોલીસવડા રાજદિપસિંહ ઝાલા ઉપસ્થિત રહી રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા આપેલી બાહેંધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25: ઉમરગામ પોલીસ મથકના પટાંગણમાં આજરોજ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષતા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનોની હાજરી વચ્ચે ટ્રાફિક સમસ્યા, માર્ગ અકસ્માત, માર્ગ ઉપર રખડતા ઢોરોની સમસ્યા, જમીન વિવાદી પ્રકરણ જેવા અનેક પ્રશ્નો રજૂ થવા પામ્યા હતા. રજૂ થયેલા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન તેમજ યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી હતી. મહારાષ્ટ્રની હદમાંથી નશો કરીને આવતા વાહન ચાલકોને ઝડપી પાડવા ચેક પોસ્ટ ઉભી કરી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જમીન વિવાદ પ્રકરણમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરવા જણાવ્યું હતું.
આજના લોકદરબારમાં ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ નાયક, કલગામ પંચાયત સરપંચ શ્રી રોહિતભાઈ સહિત આગેવાનો તેમજ ઉમરગામ પોલીસ મથકના પીઆઇ શ્રી વી.ડી. મોરી અને મરીન પોલીસ મથક ના પી.આઈ. શ્રી સુરેન્દ્રભાઈ ગાવીતની હાજરીજોવા મળી હતી.