November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે આખો દિવસ અનરાધાર વરસાદ ચાલુ રહ્યો હતો જેમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો હતો. સાંબેલાધાર વરસાદના કારણે સેલવાસના ફ્રુટ ગલી, બ્રહ્મદેવ મંદિર પાસે અને નક્ષત્ર વન સહિત વિવિધ વિસ્‍તારોમાં પાણી ભરાવાની સમસ્‍યાએ દેખા દીધી હતી. સેલવાસમાં 133 એમએમ પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો હતો જ્‍યારે સિઝનનો કુલ વરસાદ 1241.4 એમએમ એટલે કે 49.64 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.50 મીટર અને ડેમમાં પાણીની આવક 86353 ક્‍યુસેક નોંધાઈ છે. જ્‍યારે પાણીની જાવક 82890 ક્‍યુસેક હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્‍યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવશે જેના કારણે પ્રશાસન દ્વારા નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે.

ભારે વરસાદ, પાણી ભરાઈ જવા અને અન્‍ય કોઈ ગંભીર પૂર જેવી ઘટના અંગે કોઈપણ અપડેટ, માહિતી, ફરિયાદ અથવા ફરિયાદ માટે, જનતા કંટ્રોલ રૂમ નંબર 1077, 0260-2412500, 87800 01077 પર સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવાયું છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી હવામાનનીઆગાહીને ધ્‍યાનમાં રાખીને, નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સતર્ક રહે અને ઘરની અંદર રહે, નદી વિસ્‍તારની નજીક જવાનું ટાળે, સુરક્ષિત રહે અને વિભાગ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલી ચેતવણીઓ અને ચેતવણીઓનું પાલન કરે.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

દમણમાં 10, દાનહમાં 16, દીવમાં 0પ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

Leave a Comment