December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

રેટલાવ બાદ ટુકવાડાથી વધુ એક મહિલાના ગળામાંથી
ચેઈન ખેંચી બાઈક ચાલક ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: બે ત્રણ દિવસ પહેલા જ ભરબપોરે રેટલાવ ખાતે દવા ખરીદી પરત ઘરે જઈ રહેલ પાલીબેન માહ્યાવંશીની આશરે એક તોલાની કિંમત રૂા.40,000 ની ચેઈન ગળામાંથી આંચકી પલ્‍સર બાઈક ચાલક ફરાર થઈ ગયા ની શાહી હજુ સુકાઈ નથી ત્‍યાં આજરોજ ટૂકવાડા ખાતે આવો જ કિસ્‍સો ફરીવાર બનવા પામ્‍યો છે.
વાપીના છીરી દેસાઈવાડ ખાતે રહેતા અને ટૂકવાડા અવધ ઉથોપિયામાં બંગલોઝમાં ઘરકામ કરતા સુનંદાબેન રામદાસ દેવગીરીકર આજરોજ તારીખ 1.3.2024 ના રોજ નિત્‍યક્રમ મુજબ અવધ ઉથોપીયા ખાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન એવેનસીયા બંગ્‍લોઝની સામેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી કાળા કલરની એક સ્‍પોર્ટ્‍સ બાઈક ચાલક જેમણે ઓરેન્‍જ કલરની કાળા ટપકાવારી ટીશર્ટ અને સફેદ કલરનો બર્મૂડો પહેર્યો હોય પાછળથી આવી ગળામાં પહેરેલ એક તોલાની સોનાની ચેન કિંમત રૂપિયા 45 હજાર આંચકી લઈ ભાગી છુટયા હતા. સુનંદાબેનને આ અંગેનીફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશને નોંધાવતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

એસટી બસમાં મુસાફરના સ્‍વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

Leave a Comment