September 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં ટીડીઓ ચેતનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદ માટે સાદડવેલ બેઠક પરથી ચૂંટાયેલા રાકેશભાઇ મગનભાઇ પટેલની દરખાસ્ત કલ્પનાબેન ગાવિતે અને ઉપપ્રમુખ માટે સાદકપોર બેઠકના રમેશભાઇ લક્ષમણભાઈ પટેલની દરખાસ્ત ધેજના સભ્ય ધર્મેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.બંને હોદ્દાઓ માટે એક એક જ ઉમેદવારી પત્રક આવતા પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરીએ બંનેને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા બાદ બંને હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત ભાજપ દ્વારા જાહેર કરાયેલ કારોબારી સમિતિના અધ્યક્ષ પદના દમયંતીબેન આહીર શાસક પક્ષના નેતા અશ્વિનભાઈ દેસાઈ દંડક પદના પંકજભાઈ પટેલ સહિતનાઓને તાલુકા સભ્યો ઉપરાંત એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ પક્ષ પ્રમુખ મયંકભાઇ ઉપપ્રમુખ પ્રકાશભાઈ,દિપકભાઇ, સહિતનાઓએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
જોકે આજે માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની જ ચૂંટણી યોજાઈ હતી.આવનારી સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની રચના બાદ પક્ષના મેન્ડેટ મુજબ બંને સમિતિઓના અધ્યક્ષોની વરણી થશે.આ પૂર્વે ચીખલીમાં ભાજપ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી.વિશ્રામ ગૃહથી રેલી આકારે સભ્યો તાલુકા પંચાયત કચેરીમાં ગયા હતા.

Related posts

સેલવાસ પીપરીયાબ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માતઃ બાઈકચાલકને પહોંચેલી ઈજા

vartmanpravah

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ પોલીસે બે સ્‍થળોએથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ઝડપી પાડી જપ્ત કર્યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

Leave a Comment