Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

મહારાષ્‍ટ્રના ઈતિહાસમાં તો શિવાજી મહારાજની ‘गनिमी कावा’ ગેરિલા યુદ્ધપદ્ધતિની અજોડ પરંપરા રહેલી છે, અત્‍યંત ઓછું સૈન્‍ય અને પાંખી સૈનિક સંખ્‍યા વડે અફાટ સૈન્‍ય અને વિપુલ શષાસામગ્રી ધરાવતા અનેક શાહ-બાદશાહોનો પરાજય તેમણે આ વ્‍યૂહરચના અપનાવીને કર્યો હતો

(…ગતાંકથી ચાલુ)
આ દરમિયાન સ્‍વાતંત્ર્ય સેનાના યુવાનોએ આખા પ્રદેશના નકશા પણ તૈયાર કર્યા હતા. તથા સર્વ શ્રી જયંતિભાઈ દેસાઈ (દાદરા), ભીખુભાઈ પંડયા (સિલવાસા), ગુમાનસિંગ સોલંકી (નરોલી) જેવા સ્‍થાનિક નેતાઓની મદદથી પોર્ટુગીઝોનું માનવબળ, શષાસામગ્રીનું સ્‍થાન અને પ્રમાણ, પોર્ટુગીઝ તરફી અને પોર્ટુગીઝ વિરોધી લોકોની ગણતરી તેમ જ પોલીસચોકી, ચર્ચ, પોસ્‍ટમાસ્‍ટર, શિક્ષકો, પોલીસ અને સૈનિકોનાં નિવાસસ્‍થાનો અને સમુદ્રમાર્ગે દાણચોરીના માલની લે વેચ કરનારા લોકોના માર્ગ વગેરે ઘણી માહિતી એકઠી કરી લીધી હતી.
આ કામમાં એકવાર સુધીર ફડકેનાં પત્‍ની શ્રીમતી લલિતા ફડકેનો પણ ઉપયોગ થયો હતો. સ્‍કર્ટ પહેરીને ફરતી અલ્લડ છોકરી તરીકે તેઓ નગર હવેલીમાં પ્રવેશ્‍યાં. પોતે પર્યટક છે તેવો દેખાવ કરીનેકેટલાંક કુદરતી દૃશ્‍યો, ચર્ચ, મંદિર વગેરેના ફોટા પાડતાં પાડતાં ચતુરાઈથી તેમણે સિલવાસા મુખ્‍યાલયનો ફોટો પણ પાડી દીધો. એક પોલીસે કંઈક શંકા પડવાથી તેમને ટોક્‍યાં ત્‍યારે ‘મેં તો અમસ્‍તો જ ફોટો પાડયો છે, લો જોઈતો હોય તો મારો કેમેરા જ તમે લઈ લો.’ એમ ત્રાગું કર્યું. તેથી સામે પેલો પોલીસ તો સાવ પીગળી ગયો. અને સામેથી શ્રીમતી ફડકેની જ ક્ષમા માગવા લાગ્‍યો. આમ ચતુરાઇથી તેમણે પોતાની નિર્દોષતા સિદ્ધ કરી અને હેતુ પણ સાધી લીધો.
આ બધી માહિતી મેળવ્‍યા પછી હવે આક્રમક મોરચો તૈયાર કરવા કેવી યોજના કરવી તેનો વિચાર શરૂ થતાં જ વિષ્‍ણુપંત ભોપળે, વસંતરાવ ઝાંગલે, પિરાજી જાધવરાવ, શરદ જોષી, ગજાનન ભટ્ટ વગેરે લોકો પણ આ દળમાં જોડાયા. આ બધા જ લોકો વિશેષ લડાક મિજાજ ધરાવતા હતા. રાજા વાકણકરે આ બધાને તાલીમ આપીને દોઢ વર્ષમાં સંગ્રામ માટે સક્ષમ બનાવ્‍યા હતા.
હવે પ્રાથમિક તૈયારી તો લગભગ પૂરી થઈ હતી અને પ્રત્‍યક્ષ ચઢાઈ માટે વ્‍યૂહરચના કરવાનો સમય આવી ગયો હતો, ત્‍યારે પ્રમાણમાં અધિક બળવાન શત્રુ સામે નિશ્ચિત અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે વિજય મેળવવા રાજા વાકણકરે શિવાજી મહારાજની મરાઠીમાં ‘गनिमी कावा’ તરીકે ઓળખાતી ગેરિલા યુદ્ધ પદ્ધતિને અનુસરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો. મહારાષ્‍ટ્રના ઇતિહાસમાંતો શિવાજી મહારાજની આ યુદ્ધપદ્ધતિની અજોડ પરંપરા રહેલી છે. અત્‍યંત ઓછું સૈન્‍ય અને પાંખી સૈનિક સંખ્‍યા વડે અફાટ સૈન્‍ય અને વિપુલ શષાસામગ્રી ધરાવતા અનેક શાહ-બાદશાહોનો પરાજય તેમણે આ વ્‍યૂહરચના અપનાવીને કર્યો હતો. ગોવા નજીકનો અજનેરી અને કોલાબા કિનારાનો કાંસા બેટ પણ આ જ રીતે એકદમ અચાનક સૈન્‍ય ઉતારીને જીતી લીધો હતો.
‘गनिमी’ એટલે દુશ્‍મન અને ‘कावा’ એટલે છૂપો વ્‍યૂહ. ‘गनिमी कावा’ એટલે દુશ્‍મનને ગાફેલ રાખીને અચાનક હુમલો કરવાની વ્‍યૂહરચના, જેમાં શત્રુને તેમના સૈન્‍ય અને શષાોનો ઉપયોગ કરવાનો સમય કે સગવડ રહે નહીં. પરિણામે હુમલો કરનારને ઓછામાં ઓછું નુકસાન થાય. એટલું જ નહીં તો દુશ્‍મનના પરાજય પછી તેનાં વણવપરાયેલાં શષાો પણ હુમલો કરનારાના હાથમાં જ આવી જાય એ એનો મોટો લાભ રહેતો.
નજીકના ભૂતકાળમાં પણ અંગ્રેજી શાસન સામે સશષા ક્રાંતિ કરનારા આપણા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ રાજગુરૂ, મદનનલાલ ધિંગ્રા, ચાફેકર બંધુઓ, વાસુદેવ બળવંત ફડકે જેવા અનેક નાની અનામી, સ્‍વાતંત્ર્યસૈનિકોએ પણ આ જ પદ્ધતિ અપનાવીને બળવાન ગણાતી અંગ્રેજ સત્તાને ધ્રુજાવી દીધી હતી.
દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની આ યોજનાના સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જયુદ્ધની આ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે. પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રીયુત બાબાસાહેબ પુરંદરેના કહેવા પ્રમાણે શ્રી વાકણકરની સાથે પડછાયાની જેમ રહેતા તેમના સાથી શ્રી સાને પાસેથી સાંભળવા મળેલી વાત અનુસાર તેમની ચર્ચા દરમિયાન કે આપસની વાતચીતમાં તેઓ હંમેશા ‘ચે ગેવ્‍હિરા’ એનો જમણો હાથ હતો. ગેરિલા યુદ્ધની બાબતમાં ચે ગેવ્‍હિરાનું સ્‍વતંત્ર સ્‍થાન છે. યુદ્ધ પૂરું થતાં જ એક ક્ષણના પણ વિલંબ વિના તેમાંની એક પણ વસ્‍તુને સ્‍પર્શ કર્યા વગર તેમાંથી પૂર્ણ નિવૃત્ત થઈ જવું એ તેની ખાસ વિશેષતા હતી.
આ આદર્શ સામે રાખીને, શિવાજી મહારાજના જીવનચરિત્રના એકાદ અધ્‍યાયનું આ અભિયાનમાં અનુકરણ કરીને પ્રત્‍યક્ષ અનુભવ મેળવી લેવો જોઈએ એવો વિચાર તેમણે દર્શાવ્‍યો અને તરત જ બધાએ તે સ્‍વીકારી લીધો. આ યોજનામાં પ્રત્‍યક્ષ સહભાગી થયેલા શ્રી બાબાસાહેબ પુરંદરે કહે છે તેમ આ આખા સંગ્રામની અને તેમાં મળેલી સફળતાની વિશેષતા કહેવી હોય તો ‘અત્‍યંત ગુપ્તતા જાળવીને થયેલા ‘गनिमी कावा’ (ગેરિલા પદ્ધતિ) દ્વારા એક પણ સૈનિકનો ભોગ આપ્‍યા વગર મળેલો વિજય, એમ જ કહી શકાય.

(ક્રમશઃ)

Related posts

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ઉદવાડા-પરિયાના આધાર ટ્રસ્‍ટ ખાતે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah

Leave a Comment