December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

લગભગ પાંચ હજાર જેટલા લોકોએ લીધેલો ભાગઃ નગરપાલિકાના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સરપંચો તથા વોર્ડ મેમ્‍બર અને કાર્યકર્તા, એનજીઓ, પ્રવાસીઓ વગેરેએ સ્‍વયંભૂ જોડાઈ સફળ બનાવેલું અભિયાન: 3 ટન એકત્ર કરાયેલો કચરો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણમાં આજે સમુદ્ર તટની સ્‍વચ્‍છતા માટે શરૂ કરાયેલા અભિયાને જન આંદોલનનું સ્‍વરૂપ પકડયું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર જિલ્લા પ્રશાસન દ્વારા સમગ્ર દેશની સાથે આજે દમણમાં દરિયા કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં જિલ્લા પંચાયત, વિવિધ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, વિવિધ સેવા સંગઠનો, સરકારી કર્મચારીઓ-અધિકારીઓ, ઔદ્યોગિક સંગઠનો તથા દમણની સહેલગાહે આવેલા પ્રવાસીઓ પણ સ્‍વૈચ્‍છિક રીતે જોડાયા હતા.
આજે સવારે લગભગ 6:30 કલાકે નાની દમણ બીચથી કડૈયા સુધીના સુધીના દરિયા કિનારાની સફાઈ માટેનું અભિયાન શરૂ થયું હતું. જેમાં વિવિધ વિભાગોને કુલ 23 સ્‍પોટની ફાળવણી કરવામાં આવી હતી અને આ સફાઈ કામગીરીની દેખરેખ માટે નોડલ ઓફિસરોની પણ નિયુક્‍તિ કરાઈ હતી. સફાઈ અભિયાન દરમિયાન 3 ટન જેટલો કચરોકૂડો એકત્ર કરાયો હતો.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, આરોગ્‍ય સચિવ શ્રીમતી એ. મુથમ્‍મા, ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરે, જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિતના અધિકારીઓએ પણ સ્‍વચ્‍છતા અભિયાનનું નિયમન કર્યું હતું.

Related posts

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

vartmanpravah

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

vartmanpravah

રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડનાર ચીખલી મજીગામના સમર ગ્રુપના બે ડિરેક્‍ટરો અને એક કર્મચારીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

Leave a Comment