Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

મૃતકની ફાઈલ તસવીર

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : સેલવાસમાં એક આયુર્વેદિક કંપનીમાં કામ કરનાર વ્‍યક્‍તિએ નોકરી છોડી અન્‍ય કંપનીમાં જતાં એની સાથે કામ કરનાર બીજા કર્મચારીઓએ નરોલી ગામે માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થતાં તેમનું મોત થયું હતું. આ ઘટનાના ત્રણ આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાંથી ફોન આવેલ કે જોગીન્‍દર ચંદ્રિકા યાદવની લાશ હોસ્‍પિટલમાં લાવવામાં આવેલ છે. પોલીસ દ્વારા તપાસ દરમ્‍યાન જાણવા મળ્‍યું હતું કે સેલવાસમાં રહેતી પૂનમ યાદવ અને એમનો પતિ ઉમેશ યાદવ દિલ્‍હી સ્‍થિત આયુર્વેદિક કંપની એસ્‍કલેપિયસ વેલનેશ પ્રાઈવેટ લીમીટેડની દવાઓનો પ્રચાર કરતા હતા અને લીલા હાઈટ્‍સ સ્‍થિત દુકાન નંબર 10માં એમની ઓફિસ હતી. કંપની સાથે કોઈક કારણસર વિવાદના કારણે બન્ને પતિ-પત્‍નીએ નોકરી છોડી દીધી હતી અને બીજી વી-સ્‍ટાર પલ્‍સ નામની નવી કંપનીમાં તેઓ જોડાયા હતા. ગત 16ડિસેમ્‍બર,2022ના રોજ ધીરેન્‍દ્ર સિંહ અને દિલીપ સિંહ નામના કર્મચારી જેઓ એસ્‍કલેપિયસ વેલનેશ પ્રાઈવેટ લિમિટેડના કર્મચારીઓ નરોલીમાં પૂનમ યાદવ અને એના પતિ જેઓ એમની નવી કંપનીનો પ્રચાર કરી રહ્યા હતા ત્‍યારે પરેશાન કરવાની કોશિશકરી હતી. 18ડિસેમ્‍બરના રોજ ઉમેશ યાદવે પોતાના પિતૃકભાઈ મૃતક જોગેન્‍દ્ર ચંદ્રિકા યાદવ અને મિત્ર વેદપ્રકાશ તિવારીની સાથે એસ્‍ક્‍લેપિયસ વેલનેશ લિમિટેડ કંપનીના વ્‍યક્‍તિઓ સાથે 16ડિસેમ્‍બરના રોજ સમાધાન કરાવ્‍યું હતું.
આરોપી વ્‍યક્‍તિ (1)દિલીપ કુમાર સુરેન્‍દ્ર સિંહ (ઉ.વ.32) રહેવાસી અંબિકા પાર્ક, લવાછા (2)ધીરેન્‍દ્ર કુમાર રહીશ સિંહ (ઉ.વ.45) રહેવાસી સિંદૂર ફળિયા, નરોલી અને (3)વિવેક ઓમપ્રકાશ ઉપાધ્‍યાય (ઉ.વ.33) રહેવાસી બાવીસા ફળીયા, સેલવાસ જેઓએ એમની ઓફિસ બહાર મૃતક વ્‍યક્‍તિ અને ઉમેશ યાદવ સાથે મારામારી શરૂ કરી હતી અને લાત મારી હતી. બાદમાં ફરી આશાપુરા કોમ્‍પ્‍લેક્‍સ ફલેટ નંબર 303-નરોલીમાં છાતી અને પેટ ઉપર માર માર્યો હોવાના કારણે એમને ગંભીર ઈજા થઈ હતી અને મૃતકે જગ્‍યા પર જ દમ તોડી દીધો હતો. ત્‍યારબાદ આરોપીઓ ત્‍યાંથી ફરાર થઈ ગયા હતા.
મૃતકના ભાઈ વલેન્‍દ્ર ચંદ્રિકા યાદવની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ દાનહ પોલીસે આઈપીસી 302, 34 મુજબ ગુનો નોંધી ફરિયાદ નોંધી વધુ તપાસ પીપરીયા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ શ્રી સોનુ દુબે અને એમની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્‍યારબાદ ત્રણ આરોપીઓને શોધી કાઢી 19મી ડિસેમ્‍બર, 2022ના રોજ તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓનેપોલીસ કસ્‍ટડીમાં મોકલી દેવામાં આવ્‍યા હતા. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 7 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે : લુ લાગવાની શક્‍યતા

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment