January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં બોગસ નકશા ફરતા હતા જેની ફરિયાદ ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: લોકસભાની ચૂંટણી વલસાડ જિલ્લામાં ચાલી રહી છે ત્‍યારે ચૂંટણી પ્રચાર માટે ગમે તેવી રીત રસમો પણ શરૂ થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસથી કપરાડા વિસ્‍તારમાં સોશિયલ મીડિયા ઉપર ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા ફરતા હતા. આ નકશા અંગે કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ કલેક્‍ટરમાં ફરિયાદ કરતા સંપૂર્ણ તપાસ બાદ નકશા બોગસ હોવાનો ઓફીસીયલ ખુલાસો થયો છે.
ચૂંટણીના સમયે પ્રચાર માટે ગમે તેવા હથકંડા અપનાવાતા હોવાનીચોંકાવનારી વિગતો બહાર આવી છે. કપરાડા વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશો ફરતો થયો હતો. તેમાં નિર્દેશ કરાતો હતો કે ફલાણા ખેતર, વાડી, ગામ તથા મકાનો વગેરેમાંથી ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર પસાર થવાનો છે તેવી વિગતો જાહેરમાં આવતા ધારાસભ્‍યએ કલેક્‍ટરને ફરીયાદ કરી હતી. કલેક્‍ટર ડી.એ.સી.સી.આઈ.એલ.ને મોકલી આપેલ તો આ નકશા બોગસ હોવાનું જણાવાયેલ તેથી ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર વલસાડે ટ્‍વીટર હેન્‍ડલ તથા પ્રેસ કોન્‍ફરન્‍સ કરી આ બાબતનો જાહેર ખુલાસો કર્યો હતો કે નકશાઓ બોગસ છે. લોકોએ ગેરમાર્ગે દોરાવવું નહીં.

Related posts

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

દમણ ભાજપ કાર્યાલયમાં કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનું દબદબાભેર કરાયેલું અભિવાદન: સંઘપ્રદેશમાં ઔદ્યોગિક રોકાણવધારવા પ્રયાસ કરવા મંત્રીશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

આજે વલસાડમાં જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્‍યક્ષતામાં ધરમપુર ખાતે થશે

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં નાશિક ગોદાવરી તટે ભવ્‍યાતિભવ્‍ય 1008 કુંડી શ્રીરામ જ્‍યોતિ મહાયજ્ઞ યોજાયો

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment