January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં બી. ફાર્મસી અને એમ. ફાર્મસીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
G20 ની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” (એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે. જેમાં રાજ્ય એ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી G 20 ની શેર્ડ ફ્યુચર: યુથ ઇન ડેમોક્રેસી, ગવરનન્સ એન્ડ હેલ્થ, વેલ બીઈંગ એન્ડ સ્પોર્ટ્સ એજેંડા ફોર યુથની પ્રવૃત્તિને અનુલક્ષીને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે તારીખ:૨૫-૦૮-૨૦૨૩ શુક્રવારના રોજ કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન હેઠળ તેમજ આસીસ્ટન્ટ પ્રોફેસર કુમારી ઊર્મિ પ્રજાપતિના નેતૃત્વ દ્વારા બી. ફાર્મસી અને એમ. ફાર્મસીના પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ડેન્ટલ ચેકઅપનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહાવીર ડેન્ટલ ક્લિનિક વાપીના અનુભવી ડેન્ટલ સર્જન, રુટ કેનાલ નિષ્ણાંત અને આ સંસ્થા ના ભુતપૂર્વ વિદ્યાર્થી ડૉ. નિરવ શાહ (BDS) અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ડો. નિરવ શાહ એક અત્યંત કુશળ ડેન્ટલ પ્રોફેશનલ છે જેમને રુટ કેનાલ ટ્રીટમેન્ટ, કોસ્મેટિક ડેન્ટીસ્ટ્રી અને પ્રિવેન્ટિવ કેર સહિત ડેન્ટલ સેવાઓની શ્રેણીમાં બહોળો અનુભવ છે.
આ કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના એડમીન ડિરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય દ્વારા ઉપસ્થિત રહેલા મહેમાનના સ્વાગત દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહારે જીવન માં સર્વ રીતે નિરોગી રેહવું એ મહત્વનું પાસું છે જેને ધ્યાનમાં રાખીને સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની આદતોને પ્રોત્સાહન આપી જીવનમાં નિરોગી રહેવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.
આ ઉપરાંત કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે વધુમાં જણાવ્યું હતું કે ડેન્ટલ હેલ્થ એ એકંદર સુખાકારીનો આવશ્યક ઘટક છે. દાંત ની નિયમિત તપાસ અને સફાઈ ને લીધે દાંતને લગતી વધુ ગંભીર સમસ્યાઓને અટકાવી શકાય છે. ડૉ. નિરવ શાહે વીદ્યાર્થીઓને દાંતની ટ્રીટમેન્ટને લગતી મહત્વપૂર્ણ બાબતો જેવી કે રુટ કેનાલ ટ્રીટમેન્ટ, ડેન્ટલ બ્રેસીસ, ટુથ એક્ષટ્રેકશન, ટુથ ફીલિંગ, વીસડમ ટીથ તેમજ પેડીયાટ્રીક ડેન્ટલ કેર વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમ માં કુલ ૫૭ વ્યક્તિઓ એ લાભ લીધો હતો. આ મહત્વપૂર્ણ ડેન્ટલ ચેકઅપ કાર્યક્રમની સફળતા માટે ડૉ. નિરવ શાહ અને તેમની ટીમનો ફાર્મસી કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ આભાર વ્યક્ત કરી ગર્વ ની લાગણી અનુભવી હતી. ડેન્ટલ ચેકઅપ ઇવેન્ટની સફળતાએ તેના સમુદાયને વ્યાપક સંભાળ પૂરી પાડવા માટે કોલેજ ના સમર્પણનો પુરાવો છે, તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને સુખાકારી અને સારા સ્વાસ્થ્ય જાળવવા માટે કોલેજ ભવિષ્યમાં આવા મહત્વના કાર્યક્રમોનું આયોજન કરવાનું ચાલુ રાખવાની યોજના ધરાવે છે.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે દરેકનો આભાર માન્યો હતો.

Related posts

‘જળવાયું પરિવર્તન અને ભૂમિ બચાવો’ના સંદેશ સાથે નીકળેલા 17 વર્ષના યુવાનનું સેલવાસમાં આગમન

vartmanpravah

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

કપરાડા તાલુકામાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment