Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સોસાયટી દ્વારા સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને શિક્ષણ સાથે જોડાયેલા રાખવાના ઉદ્દેશ્‍ય સાથે દાનહના કલેક્‍ટર સભાખંડમાં કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ અને વિભાગના નિયામક શ્રી જતીન ગોયલના નેતૃત્‍વમાં ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્‍થિત બાળ સુરક્ષા સમિતિ દાનહ અને દમણ-દીવ પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવ કુમાર પંડ્‍યાએ વિભાગે ત્રણેય જિલ્લાની સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાંથી કાળજી અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો વિશે માહિતી મંગાવી હતી. જેમાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ એમ ત્રણેય જિલ્લાના બાળકોના નામની યાદી શાળાઓ દ્વારા વિભાગને મોકલવામાં આવી હતી. જેમાં સારસંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો છે તેમને શૈક્ષણિક સામગ્રીની 2377 કિટ તૈયાર કરીને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના બાળકોને આપવામાં આવશે.
આ પ્રસંગેદાદરા નગર હવેલીના વિભાગના સચિવ અને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા આજે કલેક્‍ટર કચેરી દાદરા અને નગર હવેલીના કચેરીમાંથી જરૂરિયાતમંદ 14 બાળકોને શૈક્ષણિક સામગ્રીની કીટ આપીને આ પ્રતિકાત્‍મક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજ કલ્‍યાણ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સેક્રેટરીએ બાળ સુરક્ષા સમિતિની સરાહના કરતાં જણાવ્‍યું હતું કે, સમયાંતરે આવા કાર્યક્રમોનું આયોજન કરીને બાળકોને પ્રોત્‍સાહિત કરવા જોઈએ જેથી કરીને બાળકો અભ્‍યાસમાં અને તેમના જીવનમાં રસ દાખવે. સાથે, તેમણે તે તમામ ઔદ્યોગિક એકમો જેમણે કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ શૈક્ષણિક સામગ્રીની કિટ પેન, પેન્‍સિલ, કંપાસ બોક્‍સ, ટિફિન બોક્‍સ, પાણીની બોટલ, નોટબુક જેવી સામગ્રી બનાવી. આ શૈક્ષણિક સામગ્રી કીટ ઓલ ટાઈમ પ્‍લાસ્‍ટિક, રિયલ પ્‍લાસ્‍ટિક, હોમ લાઈન પ્રોડક્‍ટ્‍સ, બિક સેલો એક્‍સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ, ફલેર પેન, નવનીત ગાલા, ન્‍યાસા સુપરપ્‍લાસ્‍ટ, હિન્‍દુસ્‍તાન પેન્‍સિલ પ્રાઈવેટ લિમિટેડ કંપની જેવી દાતા કંપનીઓનો આભાર માન્‍યો હતો અને કહ્યું હતું કે ભવિષ્‍યમાં પણ આ જ પ્રકારનું આયોજન કરવામાં આવશે. તેમણે જરૂરિયાતમંદ, સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને પ્રોત્‍સાહિત અને સહાય કરવાનું ચાલુ રાખવા જણાવ્‍યું હતું.
આ શૈક્ષણિકસામગ્રીની કીટ વિભાગ દ્વારા ત્રણ જિલ્લાના સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકોને પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમ સમાજ કલ્‍યાણ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક શ્રી જતીન ગોયલના નેતૃત્‍વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા સમિતિ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમો ઉપસ્‍થિત રહી હતી.

Related posts

ચીખલી ક્‍વોરી અને ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવનિયુક્‍ત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને વ્‍યારા ન.પા. પ્રમુખનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment