January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

વલસાડ જિલ્લામાં સરકારના ફ્રી શીપકાર્ડ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ડિપ્‍લોમાં એડમીશન બાદ ઘરે પરત ફર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગુજરાતના મુખ્‍યમંત્રી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્‍યાને રાખી શિષ્‍યવૃત્તિની સમગ્ર ગુજરાતમાં એસટી છાત્રો માટે ફ્રી શીપકાર્ડ યોજનાનો લાભ મંજૂરી આપે એ જરૂરી છે.
પ્રાઈવેટ કોલેજોમાં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્‍થિતીએટલી સારી હોતી નથી કે તે સેલ્‍ફ ફાઈનાન્‍સ કોલેજોમાં એટલી વધારે ફી ભરી અભ્‍યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શકય બનાવામાં આવ્‍યું છે. પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ યોજના અંતર્ગત ‘‘ફ્રી શીપ કાર્ડ”ની યોજના અમલમાં મુકવામાં આવી છે.
તેમાં સેલ્‍ફ ફાઈનાન્‍સ કોલેજોમાં ભણવા માટે અનુસૂચિત જનજાતિના બાળકો આસાનીથી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ લઈને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્‍યાસ કરી શકે છે. ભારત સરકારની પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ યોજના મુજબના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડનો લાભ લઈ શકે છે. ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂા.2.50 લાખ સુધીની હોવી જરૂરી છે.
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્‍સનું 65.58 ટકા પરિણામ આવ્‍યુ હતું. હવે નાપાસ વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દી માટે ગુજરાતની કોલેજમાં ધોરણ 10 પાસ પરથી ડિપ્‍લોમાં કોઈ પણ કોર્ષ માટે એડમિશન મેળવ્‍યું હતું. એડમિશન બાદ વિદ્યાર્થીઓ માટે મુશ્‍કેલીઓ આવી પડી. કોલેજના સંચાલકો દ્વારા સૂચનાઓ આપવામાં આવી તમારે ફી ભરવાની હોય છે. તમે ધોરણ 11 અને 12 માં અભ્‍યાસ દરમિયાન સ્‍કોલરશીપ લીધી હતી એ સરકારમાં જમાં કરવી પડશે. તો તમનેડિપ્‍લોમા એડમિશન મળે ફ્રી શીપકાર્ડ યોજનાનો લાભ મળે.
હવે મુશ્‍કેલી થઈ શકે ગુજરાતમાં એસટી છાત્રો, ધોરણ 12 નાપાસ ડિપ્‍લોમા એડમિશન ના મળે.
કોલેજમાં એડમિશન બાદ વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે દાખલ થતાં જ વિદ્યાર્થીઓ જે શાળા ખુલતાની સાથે જ નવા કાર્ડ આપવાનો નિર્ણય કરતા છાત્રો સહિત વાલીઓમાં પણ નારાજગી થઈ વ્‍યાપી ગઈ છે.
સમગ્ર ગુજરાતમાં એસટીના છાત્રો માટે ફ્રી શીપ કાર્ડ યોજના અમલમાં આવી હતી. જે અંતર્ગત જે છાત્રો અભ્‍યાસ કરતા હોય તેઓ ડોકયુમેન્‍ટ જમા કરાવે તો સરકાર તરફથી સ્‍કોલરશીપ જે તે કોલેજના ખાતામાં જમા થઈ જાય છે. એટલે કે છાત્રોના નહીં પણ કોલેજના ખાતામાં સ્‍કોલરશીપ સરકાર સીધા જમા કરે છે.
હાલ ફ્રી શીપ કાર્ડ આપવાના બંધ હોવાનો પરિપત્ર આવતા વાલીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. ફ્રી શીપ કાર્ડ આપવાનું સ્‍થગિત કરી દેતા વાલીઓ કેવી રીતે ફી જમા કરાવશે તેના ઉપર વિવાદ ઉઠ્‍યો છે. હાલમાં વિદ્યાર્થીઓ કોલેજ પરથી ઘરે પરત ફર્યા છે.
ધોરણ 11 અને 12 માં જે સ્‍કોલરશીપ મળી છે. એ સરકાર જમાં કરવી પછી ધોરણ 10 પછીના અભ્‍યાસ કરવા માટે ફ્રી શીપકાર્ડ યોજનાનો લાભ મળી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 11 અને 12 અભ્‍યાસ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ફી વસુલાત કરવામાં આવી છે. વાલીઓ પરત આપવીજોઈએ. વાલીઓ જાગૃત બનવું પડશે. નાપાસ વિદ્યાર્થીઓ જવાબદારી સ્‍કૂલ સંચાલન હોય શકે માત્ર પૈસા વસુલાત માટે હોઈ વિદ્યાર્થીઓનું ભાવિ ખીલવાડ કરવું યોગ્‍ય નથી.
હાલ ફ્રી શીપ કાર્ડ આપવાના નિર્ણય કેન્‍દ્રીય કમિટી દ્વારા કરવામાં આવ્‍યો છે. આદિવાસી સમાજના જાગૃત આગેવાનો અને આપણાં લોક સેવક નેતાઓ દ્વારા યોગ્‍ય રજૂઆત કરે એ સમયની માંગ ઉઠી છે.

Related posts

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

vartmanpravah

વલસાડ પોસ્ટ વિભાગની નવી પહેલ, પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર હવે ઘર બેઠા બનશે

vartmanpravah

Leave a Comment