October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

3000 દંડ તથા ગુટખા તથા બીડી સિગારેટ મળી 15000 ના જથ્‍થાનો કર્યો નાશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: સરકાશ્રીના આદેશ મુજબ સ્‍કૂલોથી 100મીટર નજીક ગુટખાનું રાખવું કે વેચાણ કરવું પ્રતિબધિત છે. આ ઉપરાંત 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને ગુટખા વેચવું પણ પ્રતિબંધિત છે.
પારડી મામલતદારને પારડીમાં સ્‍કૂલો નજીક ગુટખાનું વેચાણ તથા કેટલાક દુકાનદારો ગેરકાયદેસર રીતે સગીર વયના બાળકોને ગુટખાનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા આજરોજ તેઓએ પારડી પોલીસ સ્‍ટાફ સાથે પારડીની ડી.સી.સો. હાઈસ્‍કૂલ તથા ચીવલ રોડ ખાતે આવેલ ભાસ્‍કર ધૃતિ સ્‍કૂલ નજીક આવેલી દુકાનો તથા લારી-ગલ્લાઓ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા બંને સ્‍કૂલો નજીકથી બે-બે દુકાનદારો ગુટખાનું વેચાણ કરતા ઝડપાઈ જતા તેઓની પાસેથી ગુટખાનો જથ્‍થો કબજે લઈ દરેક પાસેથી 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્‍યો હતો.
એવી જ રીતે પારડી બજાર વિસ્‍તારમાં આવેલી બે જેટલી દુકાનોમાં ડમી ગ્રાહક (સગીર વયનો) મોકલતા દુકાનદારે આ ડમી ગ્રાહકને ગુટખા આપતા આ બંને દુકાનદારોને પણ 500, 500 રૂપિયાનો દંડ કરી ગુટખા અને બીડી સિગારેટનો જથ્‍થો કબજે કરવામાં આવ્‍યો હતો.
આમ પારડી મામલતદારે પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે ગુટખા તથા બીડી સિગારેટનું વેચાણ કરતા છ જેટલા દુકાનદારો રૂા.3000 જેટલો દંડ અને રૂા.15000 જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તેનો નાશ કરાતા પારડીના અન્‍યદુકાનદારોમાં ફડફડાટ ફેલાઈ ગયો હતો.

Related posts

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરેલી જાહેરાત

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment